For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેગીની બીજી વેરાયટી ખાતા પહેલા આ જરૂર વાંચી લો...!

|
Google Oneindia Gujarati News

[હેલ્થ] 2 મિનિટ મેગી મસાલા નૂડલ્સ છેલ્લા ઘણા દિવસથી સમાચારોમાં છવાઇ છે. દરેક વ્યક્તિ મેગી ખાવાની ઇચ્છાની તૃપ્તી માટે નવા વિકલ્પોની તલાશ કરી રહી છે. પરંતુ આપ મેગી આટા નૂડલ્સ, કરી નૂડલ્સ અને મસાલા નૂડલ્સને તેના વિકલ્પ તરીકે જોઇ રહ્યા હોવ તો સાવધાન રહો. આપનું એ જાણવું જરૂરી છે કે તેની પસંદગી શા માટે ના કરવી જોઇએ.

અમે અમારા આ લેખમાં આપના માટે એવી માહિતી લઇને આવ્યા છીએ જેને વાંચીને આપ મેગીની બીજી વેરાઇટીનો પણ ટેસ્ટ કરવાનું ચૂકી જશો. આવો જાણીએ કે કેમ આ વેરાઇટીઝ પણ ના ખાવી જોઇએ.

સોડિયમની માત્રા

સોડિયમની માત્રા

મેગીના 1 ગ્લાસ (90 એમજી)માં લગભગ 1090 એમજી સોડિયમ હોય છે જોકે રોજની સોડિયમની જરૂરીયાત 50 ટકા હોય છે. તેનો એ અર્થ છે કે આપના બાકીના ભોજનમાં આપે માત્ર અડધી ચમચી જ મીઠું નાખવું પડશે. હાઇપરટેંશન અને દિલની બીમારીઓવાળા વ્યક્તિઓએ આ મેગી ખાવી જોઇએ નહીં. અમે આપને જણાવી રહ્યા છીએ કે મેગી વિશે એક્સપર્ટ શું કહે છે.

ફૈટ અને કાર્બોહાઇડ્રેટની વધારે માત્રા

ફૈટ અને કાર્બોહાઇડ્રેટની વધારે માત્રા

મેગી મેદામાંથી બને છે જે એક જટીલ કાર્બોહાઇડ્રેટ છે. મેગીની દરેક વેરાઇટીમાં સંતૃપ્ત વસાની માત્રા વધારે હોય છે. મેગી આટા નૂડલ્સમાં 84.2 ટકા આટા અને મેગી ઓટ્સ નૂડલ્સમાં 78.4 ટકા મલ્ટી ગ્રેઇન આટા હોય છે જેમાંથી 52 ટકા જ ઓટ ફ્લોર હોય છે. મેગીની દરેક વેરાઇટીમાંથી તમામ તત્વ સમાન રૂપે છે.

પોષક તત્વો, ફાઇબર અને પ્રોટીનની ઊણપ

પોષક તત્વો, ફાઇબર અને પ્રોટીનની ઊણપ

જો આપ વિચારતા હોવ કે શુષ્ક શાકભાજી આપને હેલ્ધી બનાવે છે તો આપ ખોટા છો. વાસ્તવમાં મેગીમાં પોષક તત્વો, ફાઇબર વેગેરેની સાથે પ્રોટીનની પણ ઊણપ હોય છે. લગભગ આપને વિશ્વાસ ના હોય. તેના પોષક તત્વોની જાણકારી પેકેટની પાછળ અથવા નીચે જુઓ. મેગી સિવાય બીજા ઘણા 2 મિનિટમાં તૈયાર થનારા હેલ્ધી સ્નેક્સ છે.

પચાવવામાં મુશ્કેલ

પચાવવામાં મુશ્કેલ

જોકે મેગીમાં જટિલ કાર્બોહાડ્રેટની માત્રા વધારે છે એટલા માટે તે પેટ માટે ભારે હોય છે અને પચાવવામાં મુશ્કેલ છે. જો આપને લાગતું હોય કે આપને રોજ પેટનો દુ:ખાવો થાય છે તો નોંધ લો કે આપ મેગી કેટલી ખાવ છો.

પ્રિઝર્વેટિવની માત્રા વધારે

પ્રિઝર્વેટિવની માત્રા વધારે

શું આપને ખબર છે કે મેગીમાં પ્રિઝર્વેટિવ્સની માત્રા હોય છે? જેમાં મીઠાની માત્રા વધારે હોય છે હાઇપરટેંશન, હૃદય અને કિડનીની બીમારી થાય છે.

English summary
If you feel that you can live on other varieties like Maggi oats, Maggi atta noodles, curry noodles or masala noodles, better beware. Here’s what you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X