Pregnancy Diet : ઉનાળામાં ગર્ભવતી મહિલા રહે સાવચેત, ડિહાઇડ્રેશનથી બચાવશે આ 5 પીણા
Pregnancy Diet : શરીર માટે પૂરતી માત્રામાં પાણી જાળવી રાખવું ખુબ જ જરૂરી છે. સામાન્ય રીત ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યા વધુ થાય છે. શરીરનું તાપમાન પરસેવા દ્વારા જળવાઇ રહે છે, જેથી પાણીનું જરુરિયાત રહે છે.
આવી સ્થિતિમાં શરીરમાં પાણીની ઉણપ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓએ પણ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, અને ઉનાળામાં તેને વધુ મહત્વ આપવું જોઈએ.

હેલ્થ એક્સપર્ટના મતે ગર્ભવતી મહિલાઓને સામાન્ય વ્યક્તિ કરતા વધુ પાણીની જરૂર પડે છે. સગર્ભા સ્ત્રીઓ ક્યારેક ઓછી તરસને કારણે પૂરતું પાણી પીતી નથી, પરંતુ કેટલાક પ્રાકૃતિક પીણાં છે, જે મહિલાઓના શરીરમાં પાણીની ભરપાઈ કરવામાં મદદ કરી શકે છે.
નારિયેળ પાણી : તે ઉનાળામાં શરીરને ઠંડક આપે છે અને સાથે જ પાણીની ભરપાઈ પણ કરે છે. તેમાં કુદરતી વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે.
ફળોના રસ : ઉનાળામાં તરબૂચ, કેરી, નારંગી, લીંબુ વગેરે જેવા તાજગી આપનારા ફળોના જ્યુસ પીવાથી પાણીની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે.
ફુદીનાનું પાણી : ફુદીનાના પાનનો રસ અથવા ફુદીનાની ચા ઠંડક તેમજ તાજગી અને હાઇડ્રેશન આપે છે.
લીંબુનું શરબત : લીંબુનો રસ ઉનાળામાં ડિહાઇડ્રેશનને દૂર કરવામાં મદદ કરે છે અને વિટામિન સીની સારી માત્રા પૂરી પાડે છે.
શાકભાજીનો રસ : કાકડી, ટામેટા અને ઉનાળામાં ઉગાડવામાં આવતી અન્ય ઘણી શાકભાજીઓ પુષ્કળ પ્રમાણમાં પાણીમાં જોવા મળે છે. આ પાણી ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.












Click it and Unblock the Notifications
