સૂર્ય આથમ્યા બાદ કેમ વાળમાં ફેરવવો ન જોઇએ કાંસકો
આપણે 21મી સદીમાં પહોંચી ચૂક્યાં છીએ. પરંતુ આજેપણ ભારતીય સમાજમાંથી અંધવિશ્વાસ ખતમ થયો નથી. પેઢી દર પેઢી પસાર થઇ ગઇ પરંતુ આજેપણ ઘણી જગ્યાએ અંધવિસ્વાસે અડ્ડો જમાવ્યો છે. આજના આધુનિકરણે દેશમાં ઉદભવી રહેલા થોડાંક અંશે અંધવિશ્વાસને ખતમ કરી દિધો છે પરંતુ આજેપણ કેટલીક અંધ વિશ્વાસ એ પ્રમાણે જ ચાલ્યા આવે છે જેવા તે પહેલા હતા. ઉદાહરણ તરીકે વાળને જ લઇ લો. આજેપણ માતાઓ પોતાની પુત્રીઓને રાતે વાળમાં કાંસકો ફેરવવા દેતી નથી, અને ના તો વાળ ખુલ્લાં રાખવા દેતી નથી. આ પ્રમાણે વાળને લઇને આપણા ભારતીય સમાજમાં બીજા ઘણા અંધ વિશ્વાઅ છે આવો જાણીએ.
સૂર્યાસ્ત બાદ વાળમાં કાંસકો ફેરવો નહી
એમ કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત બાદ બુરી આત્માઓ બહાર આવી જાય છે, અને જે છોકરીઓના લાંબા અને સુંદર વાળ હોય છે તેમને તે પોતાનો શિકાર બનાવી લે છે.
વાળને ખુલ્લાં ન છોડો
રાત્રે વાળને ખુલ્લાં ન છોડવા જોઇએ. સૂર્યાસ્ત બાદ છોકરીઓને ચોટી બનાવી લેવી જોઇએ અથવા પછી અંબોડો લેવો જોઇએ. તેને પરિવારજનો માટે ખરાબ ગણવામાં આવે છે.
તૂટેલા વાળને ધ્યાનથી ફેંકો
વાળને ખોલવા અને ખેંચ્યા બાદ વાળને હંમેશા યોગ્ય જગ્યાએ ફેંકો, નહી તો વાળ કોઇ ખોટા માણસના હાથ લાગી જશે તો તેનો ઉપયોગ ખોટી રીતે અથવા જાદૂ ટોણાં માટે કરી શએક છે.
પૂર્ણિમા પર વાળમાં કાંસકો ફેરવવો નહી
એમ માનવામાં આવે છે કે પૂર્ણમાસી એટલે કે પૂનમની રાત્રે વાળને બારી આગળ ઉભા રહીને ઓળાવવામાં આવે તો તમે પોતે બુરી આત્માઓને બોલાવી રહ્યાં છો.
માસિક ધર્મ દરમિયાન વાળ ન ધોવો
પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ દરમિયાન વાળને ધોવા ન જોઇએ કારણ કે તેનાથી તે છોકરી પાગલ થઇ શકે છે. એમપણ માનવામાં આવે છે કે માસિક ધર્મ દરમિયાન વાળને રાત્રે ધોવામાં આવે તો તમારું લોહી વધુ વહશે અને તમે બિમારી પડી શકો છો.
માથું ઓળવવું
વાળને ઓળાવતી વખતે જો તમારા હાથમાંથી કાંસકો પડી જાય તો એ માનવામાં આવે છે કે, તમને ટૂંક સમયમાં જ કોઇ ખરાબ આત્મા મળશે.
વાળને આમ-તેમ ન ફેંકો
એમ માનવામાં આવે છે કે વાળ ખર્યા બાદ ઘરમાં આમ-તેમ ના ફેંકો, તેનાથી ઘરમાં પરિવારજનો વચ્ચે ઝઘડો વધી શકે છે.