સૂતા પહેલા પાણી પીવુ જોઈએ કે નહીં? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ?
પાણી શરીર માટે સૌથી જરૂરી વસ્તુ માનવામાં આવે છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટના ઘણી સમસ્યાઓ સર્જાવાનું શરૂ થઈ જાય છે.
પાણી પીવાના સમય વિશે પણ ઘણુ કહેવાયુ છે. હેલ્થ એક્સપર્ટ સૂતા પહેલા પાણી પીવાની જરૂરીયાતને વિશેષ મહત્વ આપે છે.

સૂતા પહેલા પાણી પીવું જોઈએ કે નહીં તે હંમેશા વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. તેના ફાયદા અને ગેરફાયદા બંને છે. કેટલાક લોકોને લાગે છે કે પાણી પીવાથી તમને સારી ઊંઘ લેવામાં મદદ મળે છે અને ઊંઘ દરમિયાન તમારી જાતને શુદ્ધ કરવાની તમારા શરીરની ક્ષમતામાં સુધારો થાય છે. બીજી તરફ કેટલાક લોકોને લાગે છે કે વધુ પડતું પાણી પીવાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે.
જણાવી દઈએ કે, શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે પાણી જરૂરી છે. આખો દિવસ અને સૂતી વખતે પણ શરીરમાંથી પાણી નીકળતું રહે છે. કેટલાક લોકો આખી રાત હાઈડ્રેટ રહેવા માટે સૂતા પહેલા એક ગ્લાસ પાણી પીવે છે. પરંતુ સંશોધકો સવાલ ઉઠાવે છે કે સૂતા પહેલા પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં?
2014ના એક રિસર્ચ અનુસા, પાણીની અછત તમને ખરાબ મૂડમાં મૂકી શકે છે. તેનાથી તમારી ઊંઘ બગાડી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો પૂરતું પાણી પીવે છે તે લોકો વધુ સકારાત્મક અને ખુશ રહે છે. સૂતા પહેલા પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને ખરાબ વિચારોથી બચી શકાય છે.
સૂતા પહેલા હૂંફાળું અથવા ગરમ પાણી તમારા શરીરને ડિટોક્સિફાય કરે છે અને પાચનની સમસ્યાઓ દૂર કરે છે. આનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને દુખાવામાં રાહત મળે છે. તમે રાત્રે સૂતા પહેલા લીંબુ પાણી પણ પી શકો છો. આ તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરશે અને વિટામિન સીને કારણે તમારી ત્વચા પણ સુંદર બનશે.
બીજી તરફ રાત્રે સૂતા પહેલા પાણી પીવાથી વારંવાર પેશાબ આવે છે. આ સ્થિતિમાં વારંવાર ઉઠવાથી ઊંઘ પૂરી નથી થતી. ઊંઘ ન આવવાને કારણે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, વજન વધવું જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. વર્ષ 2019માં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો 6 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.












Click it and Unblock the Notifications
