Summer Health Tips : લૂ અને ડિહાઇડ્રેશનથી બચાવશે આ 10 સુપર ફૂડ, આજથી જ શરૂ કરો સેવન
Summer Health Tips : હાલ દેશમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે, અને ગરમીનો પારો સતત ઉંચો રહે છે. દેશમાં હીટવેવ એલર્ટ પણ આપવામાં આવ્યો છે. આવામાં લૂ લાગવાની અને ડિહાઇડ્રેશનની સમસ્યા થવી સામાન્ય વાત છે. આવામાં શરીરને ઠંડુ રાખવા અને ડિહાઇડ્રેશનથી બચવા માટે તમારે પોતાની ડાયટમાં અમુક ફુડ્સ સામેલ કરવા જોઇએ.
આ સુપર ફૂડ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તમે ઉનાળામાં થતી ઘણી ગંભીર સમસ્યાઓથી પણ બચી શકો છો. આ અહેવાલમા આપણે જાણીશું કે, ઉનાળામાં કયા ખોરાકનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે.

બિલિ - તે ઉનાળાની ઋતુના શ્રેષ્ઠ ફળોમાંનું એક છે. બિલિમાં વિટામિન-સી, પ્રોટીન, બીટા કેરોટીન સહિત અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. ઘણી બીમારીઓથી બચાવવાની સાથે બિલિ શરીરને ઠંડુ પણ રાખે છે. તમારે તમારા આહારમાં બિલિને અવશ્ય સામેલ કરો.
તુલસીના બીજ - તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી. તેઓ માંજર તરીકે પણ ઓળખાય છે. ઉનાળાની ઋતુમાં આ બીજનું સેવન કરવાથી શરીર પર ઠંડકની અસર પડે છે. તમે તેનો ઉપયોગ લીંબુ પાણી, શરબત અથવા જ્યુસમાં કરી શકો છો.
છાશ - કાળું મીઠું, હિંગ અને જીરાના પાઉડર નાંખેલી છાશ ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યથી ભરપૂર હોય છે. જો તમે ઉનાળામાં પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માંગતા હોવ, તો જમ્યા પછી છાશ ચોક્કસ પીઓ. શરીરને ઠંડુ રાખવા ઉપરાંત તે પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે.
નારિયેળ પાણી - હીટ સ્ટ્રોકથી બચવા માટે નિયમિતપણે નારિયેળ પાણી પીવો. તે શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે ગરમીથી પણ રાહત આપે છે.
કાકડી - કાકડીમાં પાણીની માત્રા ખૂબ જ વધારે હોય છે. એટલા માટે ઉનાળામાં કાકડી ચોક્કસ ખાઓ. જો તમે ઈચ્છો તો તેનો રસ બનાવીને પી શકો છો, તમે સલાડ અથવા કોલ્ડ સૂપ પણ બનાવી શકો છો.
વરિયાળી - વરિયાળી પણ શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ છે. તમે તેનો ઉપયોગ કરીને ચાસણી બનાવી શકો છો, જે ગરમીથી રાહત આપવામાં મદદ કરે છે.
દ્રાક્ષ - દ્રાક્ષ એક રસદાર અને સ્વાદિષ્ટ ઉનાળાનું ફળ છે. જે એન્ટીઑક્સિડેન્ટ અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. દ્રાક્ષ સ્કિનને સનબર્નથી બચાવવામાં પણ મદદરૂપ છે.
લીચી - ઉનાળામાં લોકોને લીચી ખાવાનું પસંદ હોય છે. તે એન્ટીઓક્સિડેન્ટ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન-સી જેવા તત્વોથી ભરપૂર છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
કેરી - કેરી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્ય ફાયદાનો ખજાનો પણ છે. તેમાં રહેલા પોષક તત્વો આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જેના દ્વારા આપણે બીમાર પડવાથી બચીએ છીએ. આ સિવાય તે સામાન્ય હીટ સ્ટ્રોક સામે પણ રક્ષણ આપે છે.
ફુદીનાના પાન - ફુદીનાના પાંદડા ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે. તમે તેનો ઉપયોગ કરીને પીણું બનાવી શકો છો અથવા સ્વાદિષ્ટ ફુદીનાની ચટણીનો આનંદ લઈ શકો છો.












Click it and Unblock the Notifications
