For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કારણોના લીધે વધી જાય છે જોડાયા બાળકો થવાનો ચાન્સ

|
Google Oneindia Gujarati News

જો તમે ઇચ્છતા હોવ કે તમારે જોડાયા બાળકો થાય. તો તમારી આવી ઇચ્છા પૂરી કરવામાં મહદ અંશે આ આર્ટીકલ તમને મદદ રૂપ થઇ શકે છે. કારણે જોડિયા બાળકો થવાના કારણે કે એક જ સમયમાં તમે બે બાળકોની માતા થવાનું સુખ મેળવી શકો છો. અને બીજી વાર લેબર પેનમાં ઝઝટથી બચી શકો છો. અને શરૂઆતની થોડી તકલીફને બાદ કરતા બન્ને બાળકો સાથે મોટા થઇ જાય છે.

સામાન્ય રીતે જોડાયા બાળકોનું સર્જન ગર્ભમાં ત્યારે થાય છે જ્યારે બે અંડકોષ બે અલગ અલગ વીર્યથી ફલિત થાય છે આ એક કુદરતી પ્રક્રિયા છે જેના પર કોઇનો કંટ્રોલ નથી. પણ હા અમુક તેવા કારણો છે જેમકે આધુનિક પ્રજનન પ્રક્રિયાઓ કે પછી સ્ત્રીઓની અમુક લાક્ષણિકતાઓ જેના કારણે ગર્ભમાં જોડિયા બાળકો થવાના ચાન્સ વધી જાય છે. ત્યારે આવા જ કેટલાક આશ્ચર્યજનક કારણો અમે તમને જણાવા જઇ રહ્યા છીએ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મહિલાઓ માટે આવતી પ્રજનન દવાઓ

મહિલાઓ માટે આવતી પ્રજનન દવાઓ

જે મહિલાઓને બાળકો નથી થતા તેમને ધણીવાર ડોક્ટર ગર્ભધારણ કરવા માટેની વિવિધ દવાઓ આપતા હોય છે જેનાથી તે જલ્દીથી ગર્ભધારણ કરી શકે. આવી દવાઓ ઓવરીમાં એક કરતા વધુ ઇંડાના ઓવ્યુલેશનમાં મદદ કરે છે જેનાથી ટ્વિન્સ બાળકોના ચાન્સ વધી જાય છે.

મહિલાની ફેમિલી હિસ્ટ્રી

મહિલાની ફેમિલી હિસ્ટ્રી

ધણીવાર સ્ત્રીના પરિવારમાં તેની માં કે દાદીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હોય તો તેવી સ્ત્રી દ્વારા જોડિયા બાળકોને જન્મ આપવાની શક્યતા વધી જાય છે.

મોટી ઉંમરની મહિલાઓ

મોટી ઉંમરની મહિલાઓ

મોટી ઉંમરની મહિલાઓમાં જોડિયા બાળકોની માતા બનાવાના ચાન્સ વધી જાય છે. 33 થી 35 વર્ષની મહિલાઓના કેસમાં કે પછી 35થી વધુ વર્ષની મહિલાઓના કેસમાં આવા કિસ્સા બનાવાના ચાન્સ વધી જાય છે.

IVF ટ્રીટમેન્ટ

IVF ટ્રીટમેન્ટ

અનેક મહિલાઓ આજકાલ વીટ્રો ફર્ટિલાજેશન પદ્ધતિ દ્વારા બાળકોને જન્મ આપે છે. ત્યારે આવા કિસ્સામાં જોડિયા બાળકો થવાની શક્યતા વધી જાય છે. અને તેમાં પણ વીર્ય આપવામાં આવે છે ત્યારે ચાન્સ વધી જાય છે.

લાંબી અને સ્વસ્થ મહિલાઓ

લાંબી અને સ્વસ્થ મહિલાઓ

જો સામાન્ય મહિલાઓ કરતા વધુ લાંબા છો તો કે પછી ઓવરવેટ મહિલાઓ છો તો તમે જોડિયા બાળકોને જન્મ આપી શકો છો.

સૂરણ ખાનાર

સૂરણ ખાનાર

તેવું કહેવાય છે કે જે મહિલાઓ વધુ પડતું રતાળું કે સૂરણ જેવા કંદમૂળ ખાય છે તેમને જોડિયા બાળકો થવાની શક્યતા વધી જાય છે. જો કે તેવું હજી સુધી સ્પષ્ટ પણે જાણી નથી શકાયું. કે ના જ તેના કોઇ વૈજ્ઞાનિક તારણો બહાર પડ્યા છે.

રહેણાંક વિસ્તાર અને જીન્સ

રહેણાંક વિસ્તાર અને જીન્સ

અમુક વિસ્તારમાં રહેતા લોકો જોડિયા બાળકોને જન્મ આપે છે. જેમ કે આપણા ભારતમાં કેરળ અને રાંચી પાસે એક ગામ છે જ્યાં મોટે ભાગે જોડિયા બાળકો જ થાય છે કે પછી તમારા જીન્સ. વળી આફ્રિકન મૂળની મહિલાઓ પણ જોડિયા બાળકોને જન્મ આપવામાં આગળ છે.

English summary
Most women have a desire to give birth to twins. Having twins will be a one time shot for two deliveries at a time. This is good if you don't want to suffer from another labour pains or a cesarean section.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X