બટાકાના આ નુસખા, તમને તમામ પ્રકાર મુશ્કેલીથી મુક્તિ કરશે

Posted By:
Subscribe to Oneindia News

બટાકાનું શાક મોટાભાગે તમામ લોકોને ભાવતું જ હોય છે. બટાકામાં વિટામિન બી, સી, આયરન, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, ફાસ્ફોરસ જેવા અનેક લાભકારી પોષક તત્વો હોય છે. એટલું જ નહીં બટાકા તમારી અનેક મુસીબતોને ચપટીમાં દૂર કરવા માટે સક્ષમ છે.

વજન ઓછું કરવાથી લઇને વાળની ચમક લાવવામાં તમારી મદદ કરી શકે આ બટાકા કરી શકે છે. માટે જ તો આજે અમે તમારી માટે આ ગુણકારી બટાકાના 10 લાભો લઇને આવ્યા છીએ. જે તમારા સ્વાસ્થય અને શરીરના અનેક પ્રશ્નોને હલ કરવામાં તમારી સહાય કરશે.

ત્યારે બટાકાના આ ખાસ ઉપાયો વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને આ દ્વારા તમારા સ્વાસ્થયને બનાવો વધુ સ્વસ્થ. સાથે જ તમને અમારો આ લેખ કેવો લાગ્યો તે વિષે પણ જણાવજો. તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ...

ઉકાળેલા બટાકાના પાણીનો ઉપયોગ

ઉકાળેલા બટાકાના પાણીનો ઉપયોગ

જે પાણીની અંદર બટાકા બાફ્યા હોય તે પાણીમાં થોડાક બટાકા મેશ કરી તે પાણીથી પોતાના વાળ ધોવો. તેનાથી વાળ મુલાયમ થશે અને તેની જડો પણ મજબૂત થશે. વધુમાં જો આ પાણીમાં આંબળા પણ નાખવામાં આવે તો ખોડો પણ દૂર થશે.

હાઇ બીપી

હાઇ બીપી

જો તમને હાઇ બીપી રહેતું હોય તો તમે બટાકાનો ઉપયોગ ખાસ કરવો જોઇએ. તે તમારા બીપીને સામાન્ય સ્તર પર લાવવામાં મદદ કરશે.

કબજિયાત

કબજિયાત

તો તમને કબજિયાત હોય તો બટાકા તમારી આ સમસ્યાને ઓછી કરી શકે છે. બટાકામાં પોટોશિયમ સાલ્ટ, અમ્લતા હોય છે જે કબજિયાત ઓછી કરવામાં મદદરૂપ થાય છે.

ચહેરાની ચમક

ચહેરાની ચમક

બટાકાને ખમણીને તેને ચહેરા પર 10 મિનિટ રાખી પછી માલિશ કરો. સમયાંતરે આ પ્રક્રિયા કરતા રહેવાથી તમારા ચહેરા પર ચમક જોવા મળશે.

ખીલ

ખીલ

બટાકાનો રસ અને લીંબુના રસને મેળવીને તેને ખીલ પર લગાવાથી ખીલના ડાધ આછા પડશે અને ચહેરા પર રંગત પણ આવશે.

સોજા

સોજા

જો તમને પગ કે શરીરના અન્ય કોઇ ભાગમાં સોજા રહેતા હોય તો તમે 3 થી 4 બટાકાને બાફી તેને બાફેલા બટાકા પર મીઠું અને કાળામરી નાખી ખાવાથી સોજા ઓછા થશે.

સ્ટ્રેચ માર્ક્સ અને કરચલી

સ્ટ્રેચ માર્ક્સ અને કરચલી

મુલ્તાની માટીમાં બટાકાનો રસ નાખી તે મિશ્રણને સ્ટ્રેચ માર્કેસ અને કરચલી પર લગાવો. તે તમારી વધતી ઉંમરને જરૂરથી ઓછી કરવામાં તમને મદદરૂપ થશે.

ટેનિંગ

ટેનિંગ

તમને ટેનિંગનો પ્રશ્ન હોય તો તમે બટાકાને કાપી તેને તમારી કોણી, ગળા કે ટેનિંગ થયેલા ભાગ પર લગાવો. તેનાથી ટેનિંગ ઓછી થશે.

એલર્જી

એલર્જી

એલર્જીના ઉપચાર તરીકે પણ કાચા બટાકાનો રસ લાભકારક હોય છે. તેનાથી જલ્દી રાહત મળે છે.

હરસ કે પાઇલ્સ

હરસ કે પાઇલ્સ

હરસ કે પાઇલ્સની બિમારીથી છૂટકારો મેળવવા માટે પણ બટાકા ઉપયોગી છે બટાકા અને તેના પાનનો રસ કરીને પીવાથી રાહત રહે છે.

English summary
things you would never believe you could do with potatoes!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.