Vitamin D : શિયાળામાં વિટામીન ડીની ઉણપનું જોખમ, થઇ શકે છે આરોગ્ય સમસ્યાઓ

આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે, શિયાળા ઋતુમાં તમામ લોકોએ પોતાના આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે, પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે શરીરમાં અમુક પ્રકારના વિટામિન્સની ઉણપ થવાનું જોખમ રહેલું છે.

Vitamin D : શિયાળામાં ઠંડીનું પ્રમાણ ખુબ વધારે હોય છે. જેની અસર આપણા શરીર અને આરોગ્ય પર પણ પડે છે. જે કારણે આપણે વિશેષ કાળજી લેવાની જરૂર રહે છે. પ્રતિકુળ વાતાવરણ વચ્ચે જો શરીરનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘણા નુકસાન પણ થઇ શકે છે. આ સાથે તમે બિમાર પણ થઇ શકો છો. આવા સમયે તમારે આરોગ્યનું પૂરતુ ધ્યાન રાખવું જોઇએ.

આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે, શિયાળા ઋતુમાં તમામ લોકોએ પોતાના આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે, પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે શરીરમાં અમુક પ્રકારના વિટામિન્સની ઉણપ થવાનું જોખમ રહેલું છે. શિયાળાની ઋતુમાં વિટામિન-ડીની ખામી થવી સામાન્ય વાત છે. નિષ્ણાતોના મતે, શિયાળામાં લોકો ઘરની અંદર વધુ સમય વિતાવે છે અને ત્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે. સૂર્યપ્રકાશના ઓછા સંપર્કમાં વિટામિન-ડીના સ્તરમાં ઘટાડો થવાનું જોખમ વધે છે.

વિટામિન ડી કેલ્શિયમ શોષણને પ્રોત્સાહન આપીને તંદુરસ્ત હાડકા, દાંત અને સ્નાયુઓને જાળવવામાં ભૂમિકા ભજવે છે. વિટામિન ડી આપણી રોગપ્રતિકારક શક્તિના યોગ્ય કાર્ય માટે પણ મહત્વપૂર્ણ છે, જે શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી રક્ષણ આપે છે. શિયાળાની ઋતુમાં તમામ લોકોએ પોતાના આહારમાં વિટામિન-ડી યુક્તિ વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ, જેથી આ પોષક તત્વો સરળતાથી મળી શકે.

થઈ શકે છે વિટામિન ડીની ઉણપ

થઈ શકે છે વિટામિન ડીની ઉણપ

વર્ષ 2015 માં પ્રકાશિત થયેલા કેનેડિયન અહેવાલ મુજબ, લગભગ 40 ટકા કેનેડિયન શિયાળામાં વિટામિન-ડીની ઉણપને કારણેસમસ્યાઓનું જોખમ વધારે છે.

વિટામિન ડીની દૈનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે 20-30 મિનિટનો સૂર્યપ્રકાશ પણ પૂરતો છે, પરંતુશિયાળામાં સૂર્યપ્રકાશની અછતને કારણે વિટામિન-ડીનો પૂરતો જથ્થો મળતો નથી.

આવી સ્થિતિમાં આપણે વિટામિન ડીની પૂર્તિ ખોરાક દ્વારામેળવવાની રીતો પર ભાર મૂકવો જોઈએ. આવી ઘણી વસ્તુઓ આ સિઝનમાં સરળતાથી મળી રહે છે, જે વિટામિન-ડીની રોજિંદીજરૂરિયાતોને સરળતાથી પૂરી કરવામાં મદદરૂપ થાય છે.

ઇંડામાંથી મળે છે વિટામિન ડી

ઇંડામાંથી મળે છે વિટામિન ડી

ઇંડા વિટામિન ડી તેમજ પોષક તત્વો ખોરાકનો સારો સ્ત્રોત છે. ઇંડામાં મોટાભાગનું પ્રોટીન સફેદ રંગમાં જોવા મળે છે અને મોટાભાગની ફેટ,વિટામિન્સ અને ખનિજો જરદીમાં હોય છે. એક ઈંડાની જરદીમાં 37 IU વિટામિન D હોય છે, જે તમારી દૈનિક જરૂરિયાતોના 5 ટકાને પૂરીકરી શકે છે.

વિટામિન-ડીની સાથે ઈંડા પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે, જે ન માત્ર એનર્જી આપે છે, પરંતુ તેમાં રહેલા અન્ય વિટામિન્સ પણ શરીરને સ્વસ્થરાખવામાં મદદરૂપ છે.

મશરૂમ ખાઓ

મશરૂમ ખાઓ

શાકાહારી લોકો માટે મશરૂમ વિટામિન-ડીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. મશરૂમ વિટામિન D2 ઉત્પન્ન કરે છે.

મશરૂમ્સમાં રોગપ્રતિકારકમોડ્યુલેટિંગ પોષક તત્વો હોય છે, જે ન્યુરોડીજનરેટિવ પરિસ્થિતિઓ માટે ફાયદાકારક હોય શકે છે.

મશરૂમને હૃદયની સારી તંદુરસ્તી જાળવીરાખવામાં મદદગાર હોવા ઉપરાંત આંતરડા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

શિયાળામાં મશરૂમનું સેવન તમારામાં વિટામિન-ડીનાસ્તરને વધુ સારી રીતે જાળવવામાં મદદરૂપ છે.

ડેરી પ્રોડક્ટ

ડેરી પ્રોડક્ટ

શરીર માટે વિટામિન-ડીની ભરપૂર માત્રા મેળવવા માટે તમામ પ્રકારની ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરી શકાય છે. દૂધ, દહીં, માખણવિટામિન-ડીના સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે.

ડેરી ઉત્પાદનોમાંથી કેલ્શિયમ સરળતાથી મળી રહે છે, જે હાડકાંને સ્વસ્થ રાખવામાં તમારામાટે ફાયદાકારક છે. દરેક ઉંમરના લોકોએ તેમના આહારમાં અમુક માત્રામાં ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X