For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Water Drinking Tips : જાણી લો પાણી પીવાની સાચી રીત, નહીંતર થઇ જશે હેરાન

Water Drinking Tips : તમે ક્યારે અને કેવી રીતે પાણી પીવો છો, તે ખૂબ મહત્વનું છે. કારણ કે, તે તમારા શરીરની પાચન પ્રક્રિયા, ચયાપચય, હોર્મોન્સ વગેરેને અસર કરે છે. તમારે પાણી પીવાના 4 મૂળભૂત નિયમો જાણવું જોઈએ.

|
Google Oneindia Gujarati News

Water Drinking Tips : શિર્ષક વાંચીને તમને એવું લાગશે પાણી પીવાની તો કોઇ રીત હોય છે, પણ તમારે જાણી લેવું જોઇએ કે, શરીરના 70 ટકા ભાગ પાણીનો હોય છે, તેથી પાણી પીવું અતિ આવશ્યક છે. પાણી તમારા શરીરને હાઇડ્રેટ કરે છે, તેમજ ઘણા જરૂરી પોષક તત્વો પણ પુરા પાડે છે. જે કારણે તમારે પાણી પીવાની હેલ્ધી રીત જાણીને તેને અપનાવવી જોઇએ.

Water Drinking Tips
  1. સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવો, જેને આયુર્વેદમાં ઉષાપન કહે છે. સ્વસ્થ રહેવા માટે ગરમ પાણી અથવા તાંબાનું પાણી પીવું જોઈએ. આ આદત તમને અકલ્પનીય લાભ આપશે.
  2. જમ્યા બાદ તરત પાણી ન પીવું. જો તમે ખોરાક ખાધા બાદ તરત જ પાણી પીશો, તો તમારો ખોરાક ધીમે ધીમે પચશે, ચયાપચય પ્રભાવિત થશે અને પાચનશક્તિ ઓછી થશે.
  3. નીચે હંમેશા બેસીને પાણી પીવો, ઉતાવળમાં કે ઉભા રહીને પાણી ન પીવો. ઝડપથી પાણી ન પીવો, પણ ઘુટડે ઘુટડે પાણી પીવો.
  4. પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન ભરો. આમ કરવાથી પ્લાસ્ટિકમાં રહેલા સૂક્ષ્મ કણોને કારણે કેન્સરનો ખતરો વધશે. આ સાથે સાથે હોર્મોનલ અસંતુલન અને અન્ય બીમારીઓનું જોખમ પણ વધી જશે.

જો તમે વહેલી સવારે નવશેકું પાણી (ગરમ) પીશો તો શું થશે?

  • સવારે ઉઠીને સૌ પ્રથમ હૂંફાળું પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
  • મસાલેદાર અથવા તેલયુક્ત ખોરાક ખાવાથી એસિડિટી થઈ શકે છે. જો તમે દરરોજ સવારે નવશેકું પાણી પીશો, તો તમને એસિડિટીની સમસ્યા નહીં થાય.
  • સવારે ગરમ પાણી પીવાથી શરીરની ગંદકી બહાર આવે છે. ગરમ પાણી કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે
  • સવારે ગરમ પાણી પીવાથી સ્કીન સ્વસ્થ રહે છે.
  • ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે, જે શરીરની વધારાની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે.
English summary
Water Drinking Tips : Know the right way to drink water
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X