• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુરુષોની કામેચ્છા વધારવાના સરળ ઉપાય

|

જો તમને લાગતું હોય કે તમારી બેડ લાઇફ એટલી સારી નથી રહી જેટલી તમારી જુવાનીના દિવસોમાં રહેતી હતી તો તેની પાછળની કારણ તમારી ખરાબ ડાયટ અને ખરાબ જીવનશૈલી હોઇ શકે.

પુરુષોની કામેઇચ્છા તો કદી મરતી નથી પણ હા સ્ટ્રેસ, થકાવટના કારણે તેમની કામેઇચ્છા ઓછી જરૂર થઇ જાય છે. અને ધણીવાર તેમને લાગવા લાગે છે કે તેમના જીવનમાં હવે કોઇ મઝા જ નથી રહી.

જો કે બઝારમાં મળતી કામેચ્છા વધારવાની અનેક દવાઓથી થોડા સમય માટે તો આરામ મળે છે પણ જો તમારે કોઇ પણ આડઅસર વગર અને લાંબા સમય સુધી તમારી કામેચ્છાને બનાવી રાખવી હોય તો તે માટે તમારે તમારી જીવનશૈલીમાં અને ખાવા પીવાની આદતોમાં બદલાવ લાવવો જ રહ્યો.

ત્યારે આજે અમે તમને આ માટે કેટલીક ટિપ્સ આપવાના છીએ જે તમને દિવસભર ચુસ્ત દુરુસ્ત રાખવામાં મદદરૂપ થશે. તો વાંચો આ આર્ટીકલ અને જાણો કેવી રીતે તમે તમારી કામેચ્છા વધારશો...

એક્ટિવ બનો

એક્ટિવ બનો

સૌથી પહેલા તો તમારે તમારા સ્વાસ્થય અને હદયનું ધ્યાન રાખવું જોઇએ. કારણ કે સેક્સ કરતી વખતે હદય તેજ ગતિથી કામ કરે છે. અને જો તમે રોજ એક્સરસાઇઝ કરતા હશો તો તેમને ફાયદો થશે. માટે રોજ 30 મિનિટ તેવી કસરત કરો જેનાથી પરસેવો વળે.

ડાર્ક ચોકલેટ ખાવ

ડાર્ક ચોકલેટ ખાવ

ચોકલેટ અને સેક્સનો સીધો સંબંધ છે ચોકલેટ એક સારી સેક્સ ઉત્પ્રેરક છે. અને ડાર્ક ચોકલેટ શરીર માટે પણ હેલ્થી છે.

અશ્વગંધાનું સેવન

અશ્વગંધાનું સેવન

અશ્વગંધા પ્રાચીન ઔષધિ છે. જે લાખો વર્ષોથી યૌન સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વધુમાં આનાથી શીધ્રપતન જેવી તકલીફ પણ દૂર થાય છે. અને નપુંસકતા પણ દૂર થાય છે.

કેળા

કેળા

જે કાળા વધારા પકાઇ ગયા હોય અને જેમાં થોડા કાળા અને ભૂરા ડાધ પડી ગયા હોય તેવા કેળા ખાવાથી ડોપામાઇનનું લેવલ વધે છે.

કાળા મરી અને લાલ મરચું

કાળા મરી અને લાલ મરચું

કાળા મરી અને લાલ મરચું પ્રાકૃતિક રીતે બ્લડ ફ્લો વધારે છે. વધુમાં તે તમારું બીપી પણ નોર્મલ રાખે છે અને તમારી કામ ઉત્જના પણ વધારે છે.

જિનસેંગ

જિનસેંગ

કોફી પીવાની બદલે તમે ગરમ ગરમ જિનસેંગની ચા પીવો. તે તમારા ઇરેક્ટાઇલ ડિસફંક્શનને ઠીક કરશે અને તમારી ઉત્તેજનાને વધારશે.

લસણ

લસણ

લસણમાં એલાસિન નામનું તત્વ હોય છે. જે તમારા બલ્ડ ફ્લોને પેનિસ સુધી વધારે છે. તેનાથી તમારી ઉત્તેજના વધી શકે છે.

ઓમેગા 3

ઓમેગા 3

ઓમેગા 3 ફેટી એસિડ મગજમાં ઉત્પન્ન થતા લવ હોર્મોનને તેજીથી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. જો તમે નિયમિત રૂપે ઓમેગા 3 વાળો ખોરાક આહારમાં શામેલ કરશો તમે ડિપ્રેશનમાંથી પણ બહાર આવશો અને તમારો સ્ટ્રેસ પણ ઓછા થશે. માછલી, ફિલ્કસ અને આખા અનાજમાં આ તત્વો સારી માત્રામાં હોય છે.

વિટામિન B1

વિટામિન B1

વિટામિન બી1 તમારી નર્વ સિસ્ટમથી સિગનલ લઇને તેને મગજથી પેનિસ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ વિટામિન તમને મગફળમાં અને રાજમામાં સારી માત્રામાં મળશે.

ઇંડા

ઇંડા

ઇંડા તમારા શરીરનું હોર્મેન લેવલ બેલેન્સ રાખવામાં મદદ કરે છે. તેનાથી તમારો તનાવ પણ દૂર રહે છે. અને ઇરેક્શનમાં પણ મદદ મળે છે.

તનાવ

તનાવ

જો તમારે તમારી સેક્સ લાઇફ સારી કરવી હોય તો તમારે તનાવથી દૂર રહેવું જોઇએ. વધુમાં તમે તમારા સ્ટ્રેસ અંગે તમારા પાર્ટનર જોડે પણ વાત કરી શકો છો.

કુટેવ

કુટેવ

સિગરેટ અને વધુ માત્રામાં ડ્રિંક તમને નપુંસક પણ કરી શકે છે. વધુમાં તમારી ઇચ્છા પણ ઓછી થઇ જાય છે.

તડકો લો

તડકો લો

કૂણા સૂર્યની રોશની તમારા શરીરમાં વિટામિન ડીનું સ્તર વધારશે. જેનાથી પ્રજનન ક્ષમતા વધશે. વધુમાં તે શુક્રાણુઓની સંખ્યા પણ વધારશે.

મેથી

મેથી

મેથી ખાવાથી કામેચ્છા વધે છે. આ એક સસ્તા અને સ્વાસ્થયથી ભરપૂર તરીકો છે જે તમારે અપનાવો જ રહ્યો.

હસ્તમૈથુન

હસ્તમૈથુન

જો તમે બેડ પર સારું પરર્ફોમ નથી કરી શકતા તો થોડીક પ્રેક્ટિસ કરો. હસ્તમૈથુન કરવાથી તમે લાંબો સમય બેડ પર તકી શકો છો.

ઇચ્છાઓ વ્યક્ત કરો

ઇચ્છાઓ વ્યક્ત કરો

તમારે અને તમારા પાર્ટનર સાથે સેક્સ મામલે ખૂલીને વાત કરવી જોઇએ. બન્નેએ એકબીજાની પસંદ નાપસંદ જાણવી જોઇએ અને એકબીજાની ઇચ્છાને માન પણ આપવું જોઇએ.

ડોક્ટરની સલાહ

ડોક્ટરની સલાહ

જો તમને સેક્સ સંબંધિત કોઇ સમસ્યા હોય તો નિસંકોચ ડોક્ટરની સલાહ લો.

સેક્સ પોઝિશન

સેક્સ પોઝિશન

સેક્સ લાઇફને સારી કરવા માટે નવી નવી સેક્સ પોઝિશન અપનાવો.

સપ્લીમેન્ટ લો

સપ્લીમેન્ટ લો

સપ્લીમેન્ટ જેમાં વિટામિન બી 5 સારા પ્રમાણમાં હોય તેનું સેવન કરો. વિટામિન બી 5 કામેચ્છા વધારવામાં મદદરૂપ થાય છે. પણ તેનું સેવન ડોક્ટરની સલાહથી જ કરજો.

વજન ઓછું કરો

વજન ઓછું કરો

વધું પડતું વજન પણ તમારી સેક્સ ડ્રાઇવને ઓછું કરે છે. વધુમાં તમારું વજન તમારા મૂડ સ્વીંગ પર પણ અસર કરે છે. તો યોગ્ય કસરત કરો અને ફીટ રહો.

English summary
Ways To Improve Male Libido.While there are plenty of male enhancement pills on the market, there are simple ways to stay firmer and last longer without having to visit the pharmacy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more