Weight Loss Surgery : વજન ઘટાડવા જતા તુર્કીમાં મહિલાનું મોત, ઓપરેશન દરમિયાન જીવ ગુમાવ્યો

Weight Loss Surgery : બદલાતી લાઈફ સ્ટાઈલને કારણે આજકાલ મોટાભાગના લોકો વજન વધારાથી પીડાય છે. ઘણા લોકો આ સમસ્યાથી બચવા સર્જરીનો સહારો લેતા હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વજન ઘટાડવા માટે કરાવાતી સર્જરી જીવલેણ સાબિત થઈ શકે છે. આ વાતનો પુરાવો તુર્કીમાં સામે આવ્યો છે.

Weight Loss Surgery

સમાચારો અનુસાર, તુર્કીમાં 54 વર્ષીય બે બાળકોની જેનેટ લિન સેવેજ ઘટાડવાની સર્જરી દરમિયાન મોતને ભેટી છે. તેણીનું ઓપરેશન દરમિયાન જ મોત થઈ ગયુ છે.

જેનેટ વજન ઘટાડવા સર્જરી માટે તુર્કીની અંતાલ્યા હોસ્પિટલમાં ગઈ હતી. તેણે આ સર્જરી માટે અંદાજે 2 લાખ 47 હજાર રૂપિયા ખર્ચ્યા હતા. આ વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન ઓપરેશન ટેબલ પર જ તેને કાર્ડિયાક અરેસ્ટ થયો અને મોત થઈ ગયુ.

આ ઘટના ગયા વર્ષે ઓગસ્ટમાં બની હતી. જેનેટના મૃત્યુની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે પ્રક્રિયા દરમિયાન તેની મુખ્ય ધમનીઓમાંની એકને ગંભીર નુકસાન થયું હતું, જેના કારણે લોહી વહી જતા મૃત્યુ થયું.

જેનેટે આ સર્જરી માટે તુર્કી આવવાનું નક્કી કર્યું અને સર્જરી માટે બુકિંગ કરાવ્યું હતું. એક અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું કે જેનેટની સર્જરીમાં એક જટિલતા હતી અને સર્જરીની પ્રથમ મિનિટોમાં જ તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું.

જેનેટે સર્જરી પહેલા એ પણ કહ્યું હતું કે તે વજન ઘટાડવા માટે ઓઝેમ્પિક દવા પણ લેતી હતી, પરંતુ તે સમયે તેને આ દવા મળી રહી ન હતી. આ સ્થિતિમાં તે ખૂબ જ ચિંતિત હતી કે તેનું વજન વધી શકે છે. બોડી માસ ઈન્ડેક્સ અનુસાર જેનેટ તેનું 19 કિલો વજન ઘટાડવા માંગતી હતી.

જો તમે પણ વજન ઘટાડવાની સર્જરી કરાવવાનું વિચારી રહ્યા છો સાવધાન થઈ જવાની જરૂર છે. આના ઘણા ગેરફાયદા છે.

આ સર્જરી પછી ડૉક્ટરો તમને મર્યાદિત આહાર લેવાની સલાહ આપે છે. તમે પહેલાની જેમ બધું ખાઈ શકતા નથી. આ સ્થિતિમાં તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. આ એનિમિયા, ઓસ્ટીયોપોરોસિસ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X