For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટલીક અજીબો ગરીબ ફેશન ટિપ્સ, જે કરશે સ્ક્રીન પર વન્ડર

|
Google Oneindia Gujarati News

આ શિયાળોમાં તમારી સ્કીન અચાનક જ ચીમળાયેલી અને ડ્રાય દેખાવા લાગે છે અને તેને તેમ થતી રોકવા માટે તમે જાત જાતના ઉપાયો પણ કરતા રહો છો પણ આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપવાના છીએ જે સાંભળવામાં અને કરવામાં તો છે ખૂબ જ અજીબો ગરીબ પણ તે કર્યા પછી જરૂરથી તમારી સ્ક્રીન દેખાશે એકદમ સુંદર.

જો કે દરેક વ્યક્તિની સ્ક્રીન અલગ અલગ પ્રકારની હોય છે અને તે અલગ અલગ રીતે રીએક્ટ પણ કરે છે ત્યારે આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપવાના છીએ તે તમારી ટેન સ્કીન, ડ્રાયનેસ, બોડી ફેટ અને ખીલને દૂર કરવા માટે અક્સીર માનવામાં આવે છે. અને તેના માટે તમારે કોઇ મોટી ટિટમેન્ટ પણ નહીં કરવી પડશે. ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ તમે આ અદ્ધભૂત રિઝલ્ટ મેળવી શકો છો. તો વાંચો આ અદ્ધભૂત આઇડિયાઓ જેમણે કર્યા છે લોકોની સ્ક્રીન પર વન્ડર...

ટેનને ટ્રીટ કરો ચાથી

ટેનને ટ્રીટ કરો ચાથી

હાલમાં જ ઉત્તરાયણ આવી રહી છે ત્યારે ધાબા આખા દિવસ તડકામાં ઊભા રહીને જો તમારી સ્કીન કાળી એટલે કે ટેન થઇ ગઇ હોય તો નાહતી વખતે પાણીમાં બ્લેક ટીની બેગ મૂકી રાખો અને તે પાણીથી નાહવ તેનાથી સ્કીન શાંતા મળશે અને સ્કીન પણ ચમકીલી બનશે.

સેલ્યુલાઇટને ઓછી કરો કોફીથી

સેલ્યુલાઇટને ઓછી કરો કોફીથી

ગ્રાઉન્ડેડ કોફીનો સ્ક્રબ બનાવો અને તેને તેવી જગ્યા જ્યાં સેલ્યુલાઇટ એટલે ચરબીના થરો હોય ત્યાં મસાજ કરો અને પછી નાઇ લો. તમે કોફીમાં 3-4 ટેબલ સ્પૂન મીઠું પણ મેળવી શકો છો.જેથી ડેડ સ્કીન પણ નીકળી જશે. આ ખરેખરમાં અક્સીર ઉપાય છે અને કરવા જેવો છે.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ

ઠંડીમાં નવસેકા ઓલિવ ઓઇલથી મસાજ કરવા જેવું ઉત્તમ કંઇ નથી. તે તમારા વાળની તમામ ડ્રાયનેસ દૂર કરશે ને વાળને ચમક પણ આપશે.

ખીલ માટે ટૂથપેસ્ટ

ખીલ માટે ટૂથપેસ્ટ

આ અજીબ છે પણ અનેક લોકો આને કારગર માની રહ્યા છે કે જ્યારે ખીલ થાય તો તેની પર ટૂથપેસ્ટ લગાવો. રાતે સૂતા પહેલા ખૂલ પર ટૂથપેસ્ટ લગાવો અને સવારે તેને સાફ કરી દો. ખીલ, ડાધ જતા રહેશે.

વિનેગરથી ધૂઓ વાળ

વિનેગરથી ધૂઓ વાળ

આ પણ એક જૂની રીત છે પણ તેનાથી વાળ ખરેખરમાં ખીલી જાય છે. પાણી અને વિનેગરને સરખી માત્રામાં લો અને તેનાથી વાળ ધુઓ. અઠવાડિયામાં બે વાર આમ કરો અને હોમ મેડ શેમ્પૂથી જ વાળ ધુઓ. તેનાથી વાળની ચમક બની રહેશે.

આંખોની સુઝને કાળાશ ભગાડો બટાકાથી

આંખોની સુઝને કાળાશ ભગાડો બટાકાથી

આંખોની સોઝા અને આંખો નીચેની કાળાશને દૂર કરવા માટે આ એક અક્સીર ઉપાય છે. રાતના કાપેલા કાચા બટાકાની બે ચીરી આંખો પર લગાવો અને તેને 10 મીનિટ તેમ રહેવા દો. 20 મીનિટ પછી આંખો ઠંડા પાણીના પૂમડાથી હળવે હાથે સાફ કરી દો. કાળાશ અને સોઝા બને જશે.

એન્ટી એસિડ દવાથી ફેસિયલ

એન્ટી એસિડ દવાથી ફેસિયલ

તમને આ ખરેખરમાં અજીબ લાગશે પણ લોકો આવું કરે છે. એસિડિટીની દવાનું જે સિરિપ હોય છે તે કે પછી તેની ટીકડીને થોડા પાણી ડિઝોલ્વ કરીને ચહેરા પર લગાવા. સૂકાય ત્યાં સુધી રાખો અને પછી નીકાળી દો. 2 દિવસ પછી ફરી કરો. જુઓ તમારા ચહેરાની ચમક.

English summary
Winter brings with it a lot of skin problems, especially dry and inflamed skin. It is important to pamper your skin extra during this season; therefore, Boldsky provides to you a list of weird beauty tricks that you should follow this winter season.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X