For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, પાર્ટી કર્યા બાદ હેંગઓવર કેમ થાય છે?

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય] હેંગઓવર (ખુમાર અથવા નશો) શું છે? કંઇ નહીં તે એક માથાનો દુ:ખાવો છે જે વધારે દારૂ પીવાથી થાય છે. તેમાં ક્યારેક ઉપકા અથવા ચક્કર પણ આવે છે.

પાર્ટીમાં મનમૂકીને દારૂના જામ છલકાવનારાઓ માટે આ કોઇ નવો શબ્દ નથી, કારણ કે રાત્રે પાર્ટીમાં વધારે ડ્રિંક કરવા પર તેમને આવી સ્થિતિનો સામનો કરવો પડે છે.

હેંગઓવરથી કેવી રીતે બચવું? આ હેંગઓવર કેટલી વાર સુધી રહે છે? ઘણા લોકોમાં તે થોડા કલાકમાં જ ઉતરી જાય છે જ્યારે કેટલાંક લોકોમાં તે ઘણા દિવસો સુધી રહી શકે છે. ઘણીવાર તેના લક્ષણ લોકોમાં ભિન્ન પણ હોઇ શકે છે.

તણાવ, ચિંતા, ભ્રમ, અનિંદ્રા, તરસ, શ્વાસમાં ગંધ, લાલ આંખો, ઝાડા, થાક, મૂડ બદલાવું, ચિડિયાપણું અને ઉલટી વગેરે તેના અન્ય લક્ષણો છે. તે બધામાં માથાનો દુ:ખાવો કોમન છે, જે તમામ લોકો અનુભવ કરે છે.

જો આપ ઊંઘી નથી શકતા તો આપનું હેંગઓવર વધારે તેજ અને પીડાદાયક હોઇ શકે છે. જો આપ તેના સેવન પહેલા થાકેલા છો અથવા ડિહાઇડ્રેટિડ છે તો પીધા બાદ આપના શરીરમાં હેંગઓવર વધારે સમય સુધી રહે છે.

હેંગ ઓવર વિશે વધું વાંચો સ્લાઇડરમાં...

ભૂખ

ભૂખ

જો આલ્કોહોલના સેવન બાદ આપના શરીર પર નકારાત્મક પ્રભાવ પડે છે તો આપને ભૂખ સંબંધિત સમસ્યા થઇ શકે છે.

વધારે યૂરિન આવવું

વધારે યૂરિન આવવું

જ્યારે આપ ડ્રિંક કરો છો તો આપને વારંવાર નેચર્સ કોલ આવે છે. આનાથી શરીર પર ડિહાઇડ્રેશનની અસર પડી શકે છે. જ્યારે આપ સંપૂર્ણ રીતે ડિહાઇડ્રેટિડ હોવ છો તો આપ ભટકેલા રહો છો અને તરસ વધારે લાગે છે.

લોહી પર પ્રભાવ

લોહી પર પ્રભાવ

કેટલાંક લોકોમાં આલ્કોહોલના સેવનથી બ્લડ શુગર લેવલ ઓછું થઇ જાય છે, તેનાથી થાક, નબળાઇ અને મૂડ ખરાબ જેવી સમસ્યા થઇ જાય છે.

પેટ પર પ્રભાવ

પેટ પર પ્રભાવ

જ્યારે આપ આલ્કોહોલનું સેવન કરો છો તો આપના પેટમાં વધારે એસિડ પેદા થાય છે. તેનાથી આપના પાચનતંત્ર પર પણ પ્રવાભ પડે છે. જેનાથી પેટમાં દુ:ખાવો, ઉલટી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

ઊંઘવા પર પ્રભાવ

ઊંઘવા પર પ્રભાવ

જો આપ યોગ્ય રીતે ઊંઘી નથી શકતા તો આપ થાકેલા જ ઊઠો છો. ડ્રિંક કર્યા બાદ આપ યોગ્ય રીતે ઊંઘી શકતા નથી.

દારૂ છોડવાની ભાવના

દારૂ છોડવાની ભાવના

કેટલાંક સ્વાસ્થ્ય વિશ્લેષકોનું માનવું છે કે હેંગ ઓવરથી વ્યક્તિ દારૂ છોડવાનું મન બનાવે છે. જ્યારે કેટલાંક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ એવું નથી માનતા.

દારૂમાં રહેલા ઇંગ્રિડેંટ્સ

દારૂમાં રહેલા ઇંગ્રિડેંટ્સ

સૂત્રો અનુસાર દારૂમાં રહેલા ઇંગ્રિડેંટ્સ હેંગ ઓવરના કેટલાંક લક્ષણ પેદા કરે છે.

માથાનો દુ:ખાવો

માથાનો દુ:ખાવો

જોકે આલ્કોહોલના સેવન બાદ રક્ત વાહિનીયો પહોળી થઇ જાય છે, જેનાથી માથાનો દુ:ખાવો થાય છે.

English summary
How long do hangovers last? Read on to know what causes hangovers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X