જાણો તમારી જીભ તમારા વિષે શું કહે છે?

તમે અત્યાર સુધી તમારી હથેળી કે તમારું કપાળ જોઇને તમારું ભવિષ્ય ભાખનાર લોકો જોયા હશે પણ શું તમે કદી જીભ જોઇને તમારા વિષે અને તમારા સ્વાસ્થય વિષે જણાવે તેવો કોઇ લેખ વાંચ્યો છે? આજે અમે તમને તમારી જીભ તમારા વિષે કેવા કેવા રાજ ખોલે છે તે વિષે જણાવાના છીએ.

સામાન્ય રીતે તો આપણી જીભ જ આપણા કે અન્ય લોકો વિષે અનેક વાતો કહેતી હોય છે પણ શું તમને ખબર છે કે તમારી આ જ જીભની લંબાઇ, જાડાઇ અને રંગ તમારા સ્વાસ્થય વિષે ધણું કહી જાય છે. એટલે જ તો પહેલાના સમયમાં જે વૈધ લોકો હતા તે પહેલા લોકોની જીભ જોતા અને તે જોઇને તેમના શરીરના કેટલું લોહી છે તેનો ક્યાસ મેળવતા.

ત્યારે તમારી જીભને જરા અરીસામાં જોઇ લો અને આ લેખ વાંચીને સમજી લો કે તમારી જીભ તમારા સ્વાસ્થય વિષે કેવી કેવી પોલ ખોલે છે. તો વાંચો આ રસપ્રદ અને રોચક આર્ટીકલ. અને સાથે જ આ લેખ તમને કેવો લાગ્યા તે વિષે જણાવા અમારા નીચેના કમેન્ટ બોક્સમાં. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

લાલ જીભ

લાલ જીભ

તમારી ચમકતી, લાલ રંગની જીભ જોઇને ખુશ ના થતા. આવી જીભ બતાવે છે કે તમારા શરીરમાં આયરન અને બી12 વિટામીનની કમી છે. સામાન્ય રીતે મોટાભાગના શાકાહારીઓની જીભ આવા જ રંગની હોય છે. અને તેમનામાં બી12ની અછત ખાસ જોવા મળે છે.

કથ્થઇ જીભ

કથ્થઇ જીભ

જે લોકોને નશાની આદત હોય છે અને જે સિગરેટ પીતા હોય છે તેમની જીભ સામાન્ય રીતે કથ્થઇ રંગની હોય છે. વળી તેમના મોઢામાંથી સતત વાસ પણ આવતી રહેતી હોય છે.

સફેદ કે પીળી જીભ

સફેદ કે પીળી જીભ

જો તમારી જીભ ચીઝ જેવી એટલે કે સફેદ પીળા રંગની હોય તો તે બતાવે છે કે કોઇ યીસ્ટનું ઇન્ફેક્શન છે. શરીરમાં કેનિડાના વધુ પડતા ઉત્પાદનથી આવું થાય છે. સામાન્ય રીતે જે લોકોને ડાયબિટીઝ હોય છે તેમની જીભ આવી હોય છે.

જીભ પર કરચલી

જીભ પર કરચલી

તો તમારી જીભ પર અનેક કરચલીઓ હોય તે તમારી ઉંમર બતાવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે જીભમાં પણ ઉંમરનો ફરક દેખાય છે. સાથે જ આ તે વાત પણ બતાવે છે કે હવે તમારે તમારા દાંતની અને મોઢાની સારી રીતે સફાઇ કરવી પડશે.

જીભ પર ચાઠા

જીભ પર ચાઠા

જો તમારી જીભ પર સફેદ નાના દાણા જેવા ચાઠા હોય તો સમજવું કે તમારા શરીરમાં વધુ પડતા કોષનું સર્જન થઇ રહ્યું છે. ધણીવાર આવું ધ્રુમપાનના કારણે પણ બને છે. સાથે જ કેટલીક વાર દાંત વચ્ચે જીભ આવવાથી પણ આવું થાય છે.

જીભ કહી દેશે કે તમને કેન્સર છે કે નહીં!

જીભ કહી દેશે કે તમને કેન્સર છે કે નહીં!

તમને જાણીને નવાઇ લાગશે પણ તમારી જીભ કેન્સરની સંભાવનાની પણ આગાહી આપે છે. જો તમારી જીભ પર વારંવાર ચાંદા કે ફોડલા હોય તમને દુખાવો રહેતા હોય તો જીભના કેન્સરના આ લક્ષણ છે. જે અંગે તમારી તપાસ કરાવી જ રહી.

જીભમાં બળતરા

જીભમાં બળતરા

ધણા લોકોને જીભમાં બળતરા રહેતી હોય છે. જેથી પાછળનું કારણ છે ટૂથપેસ્થની એલર્જી. ધણા લોકોને અમુક ટૂથપેસ્ટની એલર્જી હોય છે. તો જો તમને આવી બળતરા થતી હોય તો ટૂથપેસ્ટ બદલી જુઓ. વળી ધણીવાર પોસ્ટ મોનોપોઝ સ્ટેજમાં પણ કેટલાક લોકોને આવું થતું હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X