કોન્ડોમ વગર શારીરિક સંબંધ બનાવનારા લોકોને WHOની ગંભીર ચેતવણી, જાણો શું કહ્યું?
દુનિયાભરમાં વધી રહેલી વસ્તી અને જાતિય રોગોના નિરાકરણમાં સૌથી અસરકારક સાધન કોન્ડોમ છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોન્ડોમનો ઉપયોગ ન કરનારા લોકોને ચેતવ્યા છે.
હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટ અનુસાર, ચિંતાનજક રીતે કિશોરોમાં કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ ઘટી રહ્યો છે.

આ અહેવાલ અનુસાર, યુરોપિયન દેશોમાં લગભગ એક તૃતીયાંશ છોકરાઓ અને છોકરીઓએ સ્વીકાર્યું છે કે તેઓ છેલ્લા શારીરિક દરમિયાન કોન્ડોમ કે ગર્ભનિરોધક ગોળીઓ નથી લેતા. 2018થી આ આદતમાં કોઈ ફેરફાર થયો નથી. જેના કારણે અસુરક્ષિત સેક્સને કારણે થતા રોગો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ વધી રહ્યું છે.
WHOએ તાજેતરમાં યુરોપ અને મધ્ય પૂર્વના 42 દેશોમાં એક સર્વે કર્યો છે. આ સર્વેમાં 15 વર્ષની વયના 2,42,000 કિશોરોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમને પૂછવામાં આવેલા પ્રશ્નો અનુસાર, છેલ્લી વખત કોઈની સાથે સંબંધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરનારા છોકરાઓની સંખ્યા 2014માં 70% થી ઘટીને 2022 માં 61% થઈ ગઈ છે.
અહેવાલો અનુસાર, છેલ્લે કોન્ડોમ અથવા બર્થ કંટ્રોલ ગોળીઓનો ઉપયોગ કરતી છોકરીઓની સંખ્યા 63 ટકાથી ઘટીને 57 ટકા થઈ ગઈ છે. લગભગ એક તૃતીયાંશ કિશોરો શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરતા નથી.
અહેવાલ અનુસાર, 2014 થી 2022 સુધી ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ સ્થિર રહ્યો. 15 વર્ષની વયની 26 ટકા છોકરીઓએ છેલ્લી વખત સેક્સ કરતી વખતે આ ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. નીચલા મધ્યમ વર્ગના પરિવારોના 33% કિશોરોએ કોન્ડોમ અથવા ગોળીઓનો ઉપયોગ કર્યો નહોતો, જ્યારે ઉચ્ચ વર્ગના પરિવારોના કિશોરોનો આંકડો 25% હતો.












Click it and Unblock the Notifications
