For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે માણસને થાય છે દારૂનું વ્યસન? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કારણ!

આખરે ખબર પડી કે શા માટે માણસને દારૂની લત લાગી જાય છે. વાસ્તવમાં માણસને દારૂની લતનું કારણ જાણવા માટે વાંદરાઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આખરે ખબર પડી કે શા માટે માણસને દારૂની લત લાગી જાય છે. વાસ્તવમાં માણસને દારૂની લતનું કારણ જાણવા માટે વાંદરાઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ માટે વાંદરાઓ દ્વારા ખાવામાં આવેલા ફળો અને તેમના યુરિન સેમ્પલની ઘણી વખત તપાસ કરવામાં આવી હતી, આ તપાસ દરમિયાન ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વાંદરાઓ એવા ફળો શોધી રહ્યા છે, જે પાક્યા બાદ સહેજ સડી ગયા હોય. આ સંશોધનમાં સામે આવ્યું છે કે, વાંદરાઓ દ્વારા ખાવામાં આવતા ફળોમાં લગભગ 2 ટકા આલ્કોહોલની માત્રા રહેલી હોય છે.

25 વર્ષથી ચાલી રહ્યું હતું સંશોધન

25 વર્ષથી ચાલી રહ્યું હતું સંશોધન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રિપોર્ટ જર્નલ ઓફ રોયલ સોસાયટી ઓપન સાયન્સમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. હકીકતમાં, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેનાજીવવિજ્ઞાની રોબર્ટ ડુડલી 25 વર્ષથી મનુષ્યમાં દારૂના વ્યસન પર સંશોધન કરી રહ્યા છે.

તેમણે 2014માં આના પર એક પુસ્તક પણ લખ્યું હતું, જેમાં એવું દર્શાવવામાંઆવ્યું હતું કે, દારૂ પ્રત્યે માણસોનું વ્યસન વાંદરાઓને કારણે છે. વાંદરાઓ વાઇનની સુગંધને કારણે ફળોના પાકવાની રાહ જુએ છે.

આ રીતે કરવામાં આવ્યું સંશોધન

આ રીતે કરવામાં આવ્યું સંશોધન

જે બાદ માણસોમાં દારૂનું વ્યસન જાણવા માટે એક નવો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના જીવવિજ્ઞાનીઓ દ્વારા કરવામાંઆવ્યો હતો.

તેઓએ પનામામાં મળી આવેલા બ્લેક હેન્ડેડ સ્પાઈડર મંકિના ફળો અને પેશાબના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ વાંદરાઓ કેટલાક સડેલા ફળો ખાવાનુંપસંદ કરે છે.

તેમાં 1 થી 2 ટકાની વચ્ચે આલ્કોહોલનું પ્રમાણ હતું, જે કુદરતી આથોમાંથી આવે છે. આ જથ્થો લો આલ્કોહોલ બીયર જેવો જ છે. આ ઉપરાંત વાંદરાઓનાટોયલેટમાંથી પણ દારૂના અંશ મળી આવ્યા છે.

વાંદરાઓ ખાધેલા ફળોને કારણે માણસોને દારૂની લત લાગી ગઈ!

વાંદરાઓ ખાધેલા ફળોને કારણે માણસોને દારૂની લત લાગી ગઈ!

જેના પરથી એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, તેઓ એનર્જી માટે આલ્કોહોલનો ઉપયોગ કરે છે. આ અભ્યાસનો ધ્યેય એ જાણવાનો છે કે, શું મનુષ્યમાં દારૂ પીવાનીઈચ્છા વાંદરાઓના ફળ ખાવાથી નથી આવી. જોકે, અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે વાંદરાઓ કેટલા ફળ ખાય છે, જેમાં આલ્કોહોલ હોય છે અને તેમના વર્તનમાંશું બદલાવ આવે છે.

English summary
Why does man become addicted to alcohol? Scientists have discovered the reason!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X