Winter Health Care Tips: શિયાળામાં બિમારી રહેશે દૂર, આ રીતે રાખો પોતાનું ધ્યાન
Winter Health Care Tips: ભારતમાં હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. ગુજરાતમાં પણ તાપમાનનો પારો નીચે ગગડી રહ્યો છે. આવામાં ઠંડીના કારણે બિમારીમાં પણ વધારો થઇ રહ્યો છે. આવામાં આપણે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઇએ.
જો તમે તમારી જાતને ઠંડીથી બચાવી શકતા નથી, તો માત્ર શરદી અને ઉધરસ જ નહીં, પરંતુ સાંધાનો દુખાવો, ન્યુમોનિયા, ફ્લૂ, શ્વાસ સંબંધી રોગો, સંધિવા, લો બ્લડ પ્રેશર વગેરે જેવી અનેક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.

બાળકો અને વૃદ્ધોને વધુ કાળજીની જરૂર છે. આ અહેવાલમાં જાણીશું કે, એવી કઇ-કઇ બાબતોને ધ્યાનને રાખીને, તમે કડકડતી ઠંડીમાં પણ સ્વસ્થ રહી શકો છો.
શિયાળામાં વહેલી સવારે ચાલવા ન જાવ, સૂર્યોદય પછી જ બહાર ચાલવા કે દોડવા જાઓ. માસ્ક પહેરીને જ બહાર નિકળો. આનાથી પ્રદૂષણ અને ઠંડી હવા બંનેથી રક્ષણ મળશે.
શિયાળામાં હાર્ટ, બીપી અને શુગરના દર્દીઓની સમસ્યા ઘણી વધી જાય છે, આ શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે થાય છે. અલબત્ત આ ઋતુમાં વ્યક્તિ શારીરિક પ્રવૃત્તિ કરવામાં ખૂબ જ આળસુ બની જાય છે, પરંતુ બેદરકારી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ભલે તે થોડા સમય માટે હોય, થોડીક કસરત કરો અથવા બીજી રીતે વ્યાયામ કરો.
શિયાળામાં તરસ ઓછી લાગે છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, અને શરીરમાં પાણીની ઉણપ એટલે અનેક સમસ્યાઓની શરૂઆત, તેથી આ ઋતુમાં પણ પાણીના સેવનનું ધ્યાન રાખો. ઠંડા પાણીને બદલે હૂંફાળું પાણી પીવો. આ ઉપરાંત જો પેશાબ ઓછો થતો હોય અથવા ખૂબ જાડો અને પીળો દેખાય, તો ડૉક્ટરની સલાહ લો.
શિળાયાની ઋતુમાં શરીરની પાચનશક્તિ ઓછી થઈ જાય છે, તેથી તેને સ્વસ્થ રાખવા માટે વધુ પડતો તૈલી અને મસાલેદાર ખોરાક ન ખાવો. પેટ ખરાબ થવાની સાથે મેદસ્વિતા પણ વધે છે.
શિયાળાની ઋતુમાં દુખાવો વધવાનું સૌથી મોટું કારણ શરીરને યોગ્ય રીતે ન ઢાંકવું છે. તેનાથી બચવા માટે તમારા આખા શરીરને, ખાસ કરીને તમારા કાન, માથું અને પગને ઢાંકી દો.
ઘરની અંદર અને બહારના તાપમાનનું પણ ધ્યાન રાખો. જો તમે ઘરમાં ધાબળા નીચે અથવા હીટરની નજીક હોવ, તો બાથરૂમમાં અથવા ખુલ્લા હોલમાં જતા પહેલા તમારા શરીરને 2 થી 4 મિનિટ માટે બહાર રાખો. તેવી જ રીતે, જો તમે હીટર ચાલુ રાખીને વાહન ચલાવતા હોવ, તો કારમાંથી નીકળતા પહેલા 5 થી 10 મિનિટ પહેલા હીટરને બંધ કરી દો, અને તાપમાનને સામાન્ય થવા દો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
