વોટ્સઅપ ગ્રુપને કેવી રીતે કરશો હેન્ડલ? જાણો

Posted By:
Subscribe to Oneindia News

વોટ્સઅપમાં હાલ કોઇ પણ તેવું આકર્ષણ કે નવુ ફિચર્સ લોન્ચ નથી થયું. તેમ છતાં તેના યુર્ઝસ તેના માટે ખૂબ જ પોઝિટવ ફિડબેક આપી રહ્યા છે. જો કે તેમાં ડૂડલ અને સ્ટીકર જેવા ફિસર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ વોટ્સઅપે ગ્રુપ માટે પણ અપડેટ આપી છે. જેમાં ગ્રુપનો એડમિન કોઇને પણ ગ્રુપમાં જોડાવવા પહેલા તેને એક ઇનવાઇટ લિંક મોકલે છે. અને તે પછી તેને પોતાના ગ્રુપમાં એડ કરી લે છે.

whatsapp

નોંધનીય છે કે વોટ્સઅપ જ્યારથી લોન્ચ થયું છે ત્યારથી અત્યાર સુધી તેના યુર્ઝસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. લોકોને આ એપ ભારે પસંદ આવી રહ્યું છે. અને તેના પછી તેના જેવા બીજા પણ કેટલાક એપ આપ્યા, જેમાં ફિચર્સ પણ વધારે હતા તેમ છતાં લોકો હજી પણ વોટ્સઅપનો જ વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. વળી વોટ્સઅપમાં અનેક લોકો વિવિધ ગ્રુપમાં પણ જોડાઇ રહ્યા છે.

whatsapp

ત્યારે આજે અમે તમને વોટ્સઅપમાં ગ્રુપ મેનેજ કેવી રીતે કરવું. કેવી રીતે કોઇ ગ્રુપનું એડમિન બનવું, કેવી રીતે કોઇને ગ્રુપમાંથી નીકાળવું અને કેવી રીતે તેમાં કોઇ પ્રકારનો બદલાવ લાવવો તે અંગે શીખવી રહ્યા છે. વધુ વાંચો અહીં....

whatsapp


એક ગ્રુપમાં એકથી વધુ એડમિન બનાવવા

સ્ટેપ 1- જે ગ્રુપના તમે એડમિન છો. તે ગ્રુપમાં જાવ
સ્ટેપ 2- આ ગ્રુપના એક્સેસિંગ સદસ્યોના લિસ્ટમાં જાવ.
સ્ટેપ 3- જે અન્ય વ્યક્તિને તમે તમારા સિવાર એડમિન બનાવવા ઇચ્છો છો. તેના નામ એટલે કે પાર્ટીસિપેન્ટ લાંબી વાર સુધી ટેપ કરો.
સ્ટેપ 4 જેના કારણે સ્ક્રીન પર એક ડ્રોપ ડાઉન મેનુ આવશે 'Add XYZ to Group Admins' પર ક્લિક કરો. તો તે પણ થઇ જશે ગ્રુપ એડમિન.

whatsapp

વોટ્સઅપના ગ્રુપ એડમિનને નીકાળવું

જો તમારા ગ્રુપમાં બહુ બધા ગ્રુપ એડમિન થઇ ગયા હોય અને તમે તેમાંથી કોઇને નીકાળવા માંગતા હોવ તો નીચેના સ્ટેપ ફોલો કરો.
સ્ટેપ 1. વોટ્સઅપ ગ્રુપ ખોલો.
સ્ટેપ 2. તે એડમિનના કોન્ટેક્ટ પર લાંબી વાર સુધી પ્રેસ કરો.
સ્ટેપ 3 - રિમૂવ પર ક્લિક કરો.
નોંધ- જો કે આમ કરવાથી તે વ્યક્તિ ગ્રુપથી પણ નીકળી જશે. જો કે તેને તમે ફરીથી એડ કરી શકો છો. પણ તેને એડમિન ન બનાવતા.

whatsapp

વોટ્સઅપ એડમિનને બદલવું હોય તો

જો તમે તમારા ગ્રુપના વોટ્સઅપ એડમિનને બદલવા માંગતા હોવ તો આ સ્ટેપ ફોલો કરો.
સ્ટેપ 1. સૌથી પહેલા તમારે કોઇ અન્ય વ્યક્તિને એડમિન બનાવવું પડશે. અને તે એડમિન દ્વારા હાલના એડમિનને રિમૂવ કરી શકશો.
સ્ટેપ 2: જો કે તે બાદ તમે જો તે વ્યક્તિને ગ્રુપના એક સદસ્યની જેમ રાખવા ઇચ્છતા હોવ તો તમે તેને એડ કરી શકો છો.

English summary
It's quite easy to add, remove or change WhatsApp group admins on android phones and tablets. See here how.
Please Wait while comments are loading...