• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમાણીની આ 6 રીત કરી શકે છે માલામાલ, વિસ્તૃત જાણો

|
Google Oneindia Gujarati News

આ કોરોના કાળમાં દુનિયાભરના લાખો લોકોની નોકરી છીનવાઈ ગઈ છે, અને હજારો લોકોની નોકરી પર તલવાર લટકેલી છે. ભારતમાં પણ આવા નાના-મોટા વેપાર-ધંધા છે જે બંધ થઈ ગયા છે અથવા તો બંધ થવાની કગાર પર છે. મોટાભાગની કંપનીઓને નુકસાનને જોતાં પોતાના કર્મચારીઓની છટણી કરવી શરૂ કરી દીધી છે. હાલના કોરોના કાળમાં નવી નોકરી મળવી મુશ્કેલ હોય શકે છે, નવી ભરતીઓ ના બરાબર છે. એવામાં લોકો સામે આર્થિક સંકટ પેદા થઈ શકે છે. ત્યારે અહીં એવી 6 રીત જણાવશું જ્યાંથી તમે સારી એવી કમાણી કરી શકો છો.

તમારી સ્કીલથી ઓનલાઈન દસ્તક

તમારી સ્કીલથી ઓનલાઈન દસ્તક

જો તમે યૂટ્યૂબ પર વીડિયો બનાવો અથવા બ્લોગ લખો તો પૈસા કમાઈ કો છો. યૂટ્યૂબ પર ખુદનું ચેનલ અથવા બ્લૉગની શરૂઆત કરવામાં ઘણી મુશ્કેલી આવે છે. પરંતુ જો તમે સંપૂર્ણ ઈમાનદારીથી મહેનત કરો અને કોશિશ કરો તો આ વિકલ્પ સૌથી સારો છે. જો કે યૂટ્યૂબ ચેનલ અથવા બ્લૉગ ઉપરાંત બીજા ઑનલાઈન માધ્યમોથી પણ પૈસા કમાઈ શકો છો.

  • Udemy, Skillshare અને Coursera જેવી સાઈટો પર તમારી વિશેષજ્ઞતા અથવા રુચિના ક્ષેત્રમાં એક કોર્સની ટ્રેનિંગ આપી શકો છો. આ ઉપરાંત તમે વિવિધ સ્થાનીય ટ્યૂટોરિયલ ક્લાસમાં ભણવા માટે દરેક અઠવાડિયે થોડો સમય કાઢી શકો છો.
  • આની સાથે જ તમે ખુદનું લખેલું પિસ્તક કિંડલ પર પ્રકાશિત કરી શકો છો.
  • જો તમે સારી ફોટોગ્રાફી કરી જાણો છો તો સામાન્ય ચિત્ર બનાવો અને તેને સ્ટૉક ફોટો વેબસાઈટને ઓનલાઈન વેચી શકો છો.
રિયલ એસ્ટેટ

રિયલ એસ્ટેટ

બીજી રીત ચે રિયલ એસ્ટેટ જેના દ્વારા તમે તગડી કમાણી કરી શકો છો. આના માધ્યમથી આવાસીય પ્લૉટ, વાણીજ્યિક પ્લૉટ કે કૃષિ ભૂમિ હોય તો પણ તમે લાંબા સમય સુધી સારી રકમ કમાઈ શકો છો. તમે ભાડાની આવક ઉપરાંત તમારી સંપત્તિના લાંબા સમયના એપ્રિસિએશનથી પણ સારું મૂલ્ય કમાઈ શકો છો. જો કે અચળ સંપત્તિ ખરીદવા માટે તમારે પ્રારંભિક પૂંજીની જરૂરત રહેશે. પાછલા કેટલાક વર્ષોથી ભારતમાં અચળ સંપત્તિની કિંમત ગગડી ગઈ છે, જેનાથી તમને ઉચિત કિંમતો પર રોકાણ કરવાનો અવસર મળ્યો છે.

ડિવિડન્ટ સ્ટૉક

ડિવિડન્ટ સ્ટૉક

કેટલીક કંપનીઓ પોતાના રોકાણકારોને પોતાના પ્રોફિટનો એક ભાગ વર્ષમાં ઓછામા ઓછા એકવાર વિતરિત કરવામાં વિશ્વાસ રાખે છે. તમારે બસ એટલું કરવાનું છે કે સ્ટૉક ખરીદો તો લાંબા સમય માટે ખરીદવા. કંપનીના પ્રોફિટમાંથી મળતો લાબાંશ જેમ વધુ વર્ષ સ્ટૉક રાખ્યા હોય તેમ વધી શકે છે.

ધ્યાન આપોઃ

  • લાભાંશ પ્રાપ્ત કરવા માટે સ્ટૉકનું પહેલાં સારી રીતે રિસર્ચ કરો અને જે કંપની ફન્ડામેન્ટલી મજબૂત હોય અને લાભાંશ રેગ્યુલર આપતી હોય તેવી કંપનીના સ્ટૉકમાં જ રોકાણ કરવું.
  • પ્રતિ શેર લાભાંશ ચૂકવવામાં આવે છે, જેનો અર્થ કે જો તમે કંપનીમાં વધુ શેર રાખો છો તો તમે વધુ લાભાંશ કમાઈ શકો છો.
ઉચ્ચ વ્યાજ સ્કીમમાં પૈસા લગાવો

ઉચ્ચ વ્યાજ સ્કીમમાં પૈસા લગાવો

આ સંભવતઃ આ યાદીમાં ઉલ્લેખિત તમામ નિષ્કિરય આવક સ્રોતોમાંથી સૌથી સહેલું છે. એક બેંક પસંદ કરો જે સૌથી વધુ વ્યાજ ચુકવતી હોય. પરંતુ તે પહેલાં તમે બેંકમાં જમા રાશિની સુરક્ષા માલૂમ કર્યા બાદ જ તમારા પૈસા રોકવા. તમારી સૌતી સુરક્ષિત શરત સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (વીપીએફ) હશે, જે તમને હાલના પીએફ માટે તમારા યોગદાનને વધારવા ઉપરાંત બીજું કંઈ નથી. જો કે પીએફના પૈસા ત્યાં સુધી લૉક રહેશે, જ્યાં સુધી તમે રિટાયર નહિ થાવ અથવા તો લાંબી અવધિ માટે નોકરી છોડી દેશો.

નેટવર્ક માર્કેટિંગ

નેટવર્ક માર્કેટિંગ

નેટવર્ક માર્કેટિંગ એક પ્રકારનું વ્યવસાય મૉડલ છે જે સ્વતંત્ર પ્રતિનિધિઓ દ્વારા વ્યક્તિથી વ્યક્તિના વેચાણ પર નિર્ભર કરે છે, જે હંમેશા ઘરના કામ કરે છે. નિષ્ક્રિય આવક બનાવવા માટે તમારે બિઝનેસ પાર્ટનર અથવા સેલ્સપર્સનનું નેટવર્ક તૈયાર કરવું પડશે.

ફ્રીલાંસ રાઈટિંગ

ફ્રીલાંસ રાઈટિંગ

તમે ફ્રીલાંસ રાઈટિંગમાં તમારી ઓળખ બનાવી શકો છો. જરૂરી નથી કે ઑફિસમાં આઠ કલાકની નોકરી કર્યા બાદ જ રૂપિયા કમાવી શકાય. જો તમારામાં લખવા-વાંચવાની આવળત હોય તો તેને બહાર કાઢો. આ આવળતથી પણ તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો. તમે કોઈ મેગેઝીન, અખબાર માટે ઘરે બેસીને આર્ટિકલ લખી શકો છો. કેટલીય પત્રિકા અને અખબાર સિટીઝન જર્નલિસ્ટ કેટેગરીમાં સામાન્ય નાગરિકોને મોકા આપે છે અને તેઓ તેમના માટે આર્ટિકલ્સ લખે છે. આના માટે પ્રતિ આર્ટિકલ 200 રૂપિયા સુધીનો ચાર્જ કરવામા આવે છે. જો કે દરેક જગ્યાના હિસાબે આ ચાર્જ અલગ હોય શકે છે, પરંતુ આનાથી તમારી કમાણી થવા લાગશે.

મફતમાં બનાવો બાળકોનું આધાર કાર્ડ, જાણો કેવી રીતેમફતમાં બનાવો બાળકોનું આધાર કાર્ડ, જાણો કેવી રીતે

English summary
6 way to earn good money from your talent, details in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X