પેટ્રોલ પંપ ખોલવાની શાનદાર તક, આવી રીતે કરો અરજી
પેટ્રોલ પંપ ખોલવાની શાનદાર તક, આવી રીતે કરો અરજી
જો તમે પેટ્રોલ પંપ ખોલવાનું વિચારી રહ્યા છો તો હાલ સારી તક છે. આ તક એનસીઆરમાં નોઈડામાં મળી રહી છે. નોઈડા ઓથોરિટીએ આજથી પેટ્રોલપંપ માટે પ્લોટ વેચવાની શરૂઆત કરી છે. આ માટે તમે ઓનલાઈન બોલી લગાવી શકો છો. તેનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ ચૂક્યુ છે. આ પ્લોટ લીધા બાદ તમને કોઈ પણ કંપની પાસેથી પેટ્રોલ પંપનું લાઈસન્સ મળી જશે, એટલે તમે પેટ્રોલ પંપ શરૂ કરી શકો છો. સામાન્ય રીતે પેટ્રોલ પંપ ખોલવા માટે લોકેશન મહત્વનું હોય છે. ત્યારે નોઈડા ઓથોરિટી આ પ્લોટ સૌથી સારા લોકેશન પર આપી રહી છે. આવા સારા લોકેશન પર પેટ્રોલ પંપ ખોલવાથી સારી કમાણી થઈ શકે છે. ચાલો જાણીએ પેટ્રોલ પંપ માટે કેવી રીતે રિઝર્વ પ્લોટ ખરીદી શકાય છે, અને આ પ્લોટ કયા સેકટર્સમાં ઉપલબ્ધ છે.

ક્યાં સુધીમાં કરી શક્શો રજિસ્ટ્રેશન?
પેટ્રોલ પંપ માટે રિઝ્વ પ્લોટ લેવા માટે તમે આજથી રજિસ્ટ્રેશન કરી શકો છો. આજથી શરૂ થયેલી પ્રક્રિયા 22 નવેમ્બર 2019 સુધી ચાલશે. તમે 22 નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરીને ઓલાઈન ફી જમા કરી શકો છો.

આ છે રજિસ્ટ્રેશન કરવાની રીત
નોઈડા ઓથોરિટીએ પેટ્રોલ પંપ માટે પ્લોટ આપવા ઈ ઓક્શન કરવાનો નિર્ણય કર્યો છે. આ હરાજીમાં ભાગ લેવા માટે તમારે ઓથોરિટીના પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરવું પડશે. નોઈડા ઓથોરિટીમાં રજિસ્ટ્રેશન પછી વધુ માહિતી મેળવવા માટે અહીં લિંક શૅર કરી છે. તેના પર ક્લિક કરીને તમે રજિસ્ટ્રેશન કરી શક્શો.
https://property.etender.sbi

આટલું કરો
સૌથી પહેલા તમારે આ પોર્ટલ પર પોતાની એક આઈડી અને તેનો પાસવર્ડ બનાવવો પડશે. બાદમાં 22 નવેમ્બર 2019ના રોજ સાંજે 5 વાગ્યા સુધી હરાજીમાં ભાગ લેવા માટે નક્કી ફી જમા કરવી પડશે. તમે EMD/e-services ફી ઓનલાઈન જમા કરાવી શકો છો.

આ સેક્ટરમાં છે પેટ્રોલ પંપ માટેના પ્લોટ
નોઈડા ઓથોરિટી સેક્ટર 47, 50, 69, 72, 105, 108, 122, 137, 143B, 155, 159 અને 168માં પેટ્રોલ પંપ માટે પ્લોટ આપી રહી છે. કુલ 15 પ્લોટ માટે હરાજી થવાની છે. જો તમારે આ પ્લોટ અંગે વધઉ માહિતી મેળવવી હોય તો નોઈડા ઓથોરિટી ઓએસડી (કમર્શિયલ)ના નંબર 748126530 પર ફોન કરીને તમે વાત કરી શકો છો.












Click it and Unblock the Notifications
