For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How To : વોટર ID માટે ઓનલાઇન કેવી રીતે એપ્લાય કરવું?

ઇન્ડિયન ગવર્મેન્ટે મતદાતા ઓળખ પત્ર બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ કરી દીધી છે. મતદાન ઓળખ પત્ર ઓનલાઇન પદ્ધતિનો ઉપયોગ કરી મેળવવા ઇચ્છો છો તો આની સરળ પદ્ઘતિ અમે તમને અહીં શીખવીશું.

|
Google Oneindia Gujarati News

જો તમારી પાસે મતદાતા ઓળખપત્ર નથી. તો તમે મતદાન નહીં કરી શકો. મતદાન માટે મતદાતા ઓળખ પત્ર હોવું અને મતદાતાની સૂચિમાં તમારું નામ હોવું જરૂરી છે. ઇન્ડિયન ગવર્મેન્ટે મતદાતા ઓળખ પત્ર બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ કરી દીધી છે. અને હવે ભારતીય સરકારે આ માટે ઓનલાઇન સુવિધા પણ શરૂ કરી છે. તો તમારા 18 વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને મતદાન આપવા માટે તમે ઓનલાઇન પદ્ધતિનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો આની સરળ પદ્ઘતિ અમે તમને અહીં શીખવીશું. જો કે સાથે જ આ પ્રક્રિયાને ઓનલાઇન પરીપૂર્ણ કરવા માટે તમારી પાસે કેટલાક મહત્વના દસ્તાવેજો હોવા જરૂરી છે. ત્યારે કેવી તમે ઓનલાઇન ઓળખ પત્ર મેળવી શકશો અને કયા દસ્તાવેજ આ માટે જરૂરી છે તે અંગે વિગતવાર જાણો અહીં...

એજ પ્રુફના દસ્તાવેજ

એજ પ્રુફના દસ્તાવેજ

જન્મ પ્રમાણપત્ર જે નગર પાલિકા દ્વારા જિલ્લાના કોઇ પણ જન્મ રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવે છે. તે હોવું આ પ્રક્રિયા માટે જરૂરી છે. વળી તે સિવાય તમારી 10માંની માર્કશીય પર પણ તમારી જન્મતિથિ આપેલી હોય છે. આ ઉપરાંત ઇન્ડિયન પાસપોર્ટ, પાનકાર્ડ, ડ્રાયવિંગ લાયસન્સ કે આધાર કાર્ડ આ દસ્તાવેજોમાં પણ તમારી જન્મ તિથિ લખેલી હોય છે. અને તે પણ તમારું એજ પ્રફ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ જ મતદાન કરી શકે છે.

એડ્રેસ પ્રુફ

એડ્રેસ પ્રુફ

આ સિવાય તમારું એડ્રેસ પ્રુફ પણ હોવું જરૂરી છે. બેંક એકાઉન્ટ પાસબુક, પોસ્ટ ઓફિસ કરંટ પાસબુક, રાશન કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસેન્સ, ઇનક ટેક્સ અસેસમેન્ટ આર્ડર, પાણી કે વિજળી કે ગેસનું બિલ આ તમામ માંથી કોઇ પણ એક સરનામાંના પુરાવાનું પ્રમાણ પત્ર તરીકે ચાલી શકે છે. ઉંમરનો દાખલો અને એડ્રેસ પ્રુફની સ્કેન અને સાચી કોપી તમારી પાસે હોવી જરૂરી છે. સાથે જ એક પાસપોર્ટ સાઇઝ ફોટો પણ જરૂરી છે.

સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

1. નેશનલ વોટર સર્વિસ પોર્ટલમાં જઇને તમે એપ્લાય કરો ઓનલાઇન ફોર રજિસ્ટ્રેશન ઓફ ન્યૂ વોટર /due to શિફ્ટિંગફ્રોમ એકાઉન્ટ પર ક્લિક કરો. કે પછી તમે ડાયરેક્ટલી NVSP ફોર્મ 6 પર પણ જઇ શકો છો.
2. ડ્રોપ એન્ડ ડાઉન મેનમાં તમે પોતાની ભાષા પસંદ કરી શકો છો. તે પછી તમારે તમારી તમામ જાણકારીઓ જેમ કે નામ, સરનામું, ઉંમર અહીં ભરવું પડશે. અને તેને લગતા દસ્તાવેજ પણ સ્કેન કરી આ સાથે અપલોડ કરવા પડશે.
3 તમારી તમામ જાણકારી ફોર્મ ભરાઇ જાય પછી એક વાર ફરી શાંતિથી ચેક કરી લો કે તમામ જાણકારી સાચી અને યોગ્ય રીતે ભરાઇ છે કે કેમ અને પછી સબમિટ બટન દબાવો.
4 હવે તમને એક લિંકની સાથે એક મેલ મળશે. આ લિંકની મદદથી તમે તમારા મતદાતા ઓળખ પત્રના સ્ટેટસને ટ્રેક કરી શકશો. આ પ્રક્રિયાને પ્રોસેસ થતા ઓછામાં ઓછા 30 દિવસ જેટલો સમય લાગશે. અને તમને આ સમયમાં તે ઓળખપત્ર મળી જશે.

English summary
How to Apply for Voter ID Card Online and clear your confusion here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X