For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉટ્સએપ પર PNR સ્ટેટસ કેવી રીતે ચેક કરશો, જાણો

વૉટ્સએપ પર PNR સ્ટેટસ કેવી રીતે ચેક કરશો, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ઑનલાઈન ટ્રાવેલ વેબસાઈટ માય ટ્રિપની સાથે એક કરાર કર્યો છે. જેનાથી હવે કોઈપણ ટ્રેનનું રનિંગ સ્ટેટસ અને પીએનઆર સ્ટેટસ વિશે વૉટ્સએપમાં જ માહિતી મેળવી શકશે. ભારતીય રેલવેનું મેક માય ટ્રિકની સાથે ભાગીદારીનો હેતુ યાત્રિઓને એમના પીએનઆર સ્ટેટસ, લાઈવ ટ્રેન સ્ટેટસ અને અન્ય જાણકારી એમના ફોનમાં ઉપલબ્ધ કરાવશે.

આવી રીતે જાણી શકશો ટ્રેનનું લાઈવ સ્ટેટસ

આવી રીતે જાણી શકશો ટ્રેનનું લાઈવ સ્ટેટસ

વૉટ્સએપ પર તમારો PNR અને લાઈવ સ્ટેટસ ચેક કરવા માટે મેક માય ટ્રિપના ઑફિશિયલ વૉટ્સએપ નંબર 7349389104ને તમારા ફોનમાં સેવ કરવો પડશે. સાથે જ તમારા સ્માર્ટફોનમાં વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પણ ઈન્સ્ટોલ કરવું.

વૉટ્સએપ પર મળશે જાણકારી

વૉટ્સએપ પર મળશે જાણકારી

મેક માય ટ્રિપના નંબર 7349389104ને સેવ કર્યા બાદ વૉટ્સએપ ખોલો અને સેવ કરેલ કૉન્ટેક્ટને સર્ચ કરો. કૉન્ટેક્ટને ટેપ કરી ચેટ વિન્ડો ખોલો. ટ્રેનનું લાઈવ સ્ટેટસ ચેક કરવા માટે ટ્રેનનો નંબર મોકલો. પીએનઆર સ્ટેટસ ચેક કરવા માટે પીએનઆર નંબર મોકલવાનો રહેશે જે બાદ મેક માય ટ્રિપ ટ્રેન કે પીએનઆર સ્ટેટસ મોકલી દેશે.

અત્યાર સુધી આ કરવું પડતું હતું

અત્યાર સુધી આ કરવું પડતું હતું

અત્યાર સુધી ટ્રેનનું રનિંગ સ્ટેટસ જાણવા કે પોતાના પીએનઆર સ્ટેટસને જાણવા માટે રેલવેના ઈન્ક્વાયરી નંબર 139 પર કૉલ કરવાનો રહેતો હતો. અથવા તો IRCTCની વેબસાઈટ પર જઈને પીએનઆર ચેક કરવો પડતો હતો. આ પણ વાંચો-શું ઝારખંડના ગુમલામાં થયો હતો હનુમાનજીનો જન્મ ?

English summary
How To Check Railway PNR Status On WhatsApp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X