50 હજાર રૂપિયા મહિને સેલરી આપશે UC વેબ, કરો આ રીતે રજિસ્ટ્રેશન

Posted By:
Subscribe to Oneindia News

ચીનની જાણતી કંપની અલીબાબા ગ્રુપ હવે ભારતમાં પણ UC બ્રાઉઝર દ્વારા પોતાના પગ પેસારો કરવા માંગે છે. યુસી બ્રાઉઝર ભારતમાં ન્યૂઝ કંટેન્ટ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવવા માંગે છે. આ માટે અલીબાબા ગ્રુપે જાહેરાત કરી દીધી છે કે વેબ મીડિયા પ્લેટફોર્મ પર 1 હજાર કંટેન્ટ રાઇટર્સ અને કંટેન્ટ ક્રિએટરની જરૂરિયાત છે. અને આ નોકરી માટે ઓછામાં ઓછી સેલરીની શરૂઆત 50 રૂપિયા રાખવામાં આવી છે.

Read also: શીખો અહીં કેવી રીતે 48 કલાકમાં મેળવશો પાનકાર્ડ

તો જો તમે એક સારા બ્લોગર કે લેખક હોવ, તો આ આર્ટીકલ તમારા માટે કામનો છે. અહીં વિગતવાર જાણો કેવી રીતે મેળવશો મહિને 50 હજાર રૂપિયાની સેલેરી અને કેવી રીતે કરાવશો તેની નોંધણી.વધુ વાંચો અહીં...

50 હજાર રૂપિયા પગાર

50 હજાર રૂપિયા પગાર

અલીબાબા ગ્રુપ જૈક મા દ્વારા સંચાલિત છે અને અલીબાબા બિઝનેસ ગ્રુપના પ્રેસિડન્ટ અને યુસી વેબ બ્રાઉઝરના કો ફાઉન્ડર શિઆઓપેંગ છે. યુસી વેબે જાહેરાત કરી છે કે આ વર્ષે તે હાઇ ક્વોલિટી વી-મીડિયા ક્રિએટર્સને સિલેક્ટ કરશે. જેના માટે ઓછામાં ઓછું વેતન 50 હજાર રૂપિયાથી શરૂ થાય છે. ત્યારે આ માટે કેવી રીતે નોંધણી કરાવવી જાણો અહીં.

રજિસ્ટ્રેશન

રજિસ્ટ્રેશન

WE-media કરીને એક પ્લેટફોર્મ યુસી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે. જ્યાં જઇને તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે mp.ucweb.com પર જઇને પહેલા તમારું ઇ મેલ એડ્રેસ, નામ અને પેન કાર્ડ અંગે જાણકારી આપવી પડશે. રજિસ્ટ્રેશન પછી તેને અંડર રિવ્યૂ રાખવામાં આવશે અને કન્ફર્મ થયા પછી કંપની આ અંગે તમને મેલ દ્વારા જાણકારી આપશે. ત્યારે આગળ વાંચો નિમય અને શરતો.

નિયમ

નિયમ

આ માટે કોઇ પણ રાઇટર કે બ્લોગર નોંધણી કરાવી શકે છે. નોંધણીના 30 દિવસ સુધી તમારે તેની પર એક્ટિવ રહેવુ પડશે. અને ઓછામાં ઓછા મહિનાના 10 આર્ટિકલ પબ્લિશ કરવા પડશે. આ પછી યુઝર રિવોર્ડ પ્રોગ્રામ માટે તમે આવેદન આપી શકો છો. વધુ વાંચો અહીં.

1 હજાર લોકોને મળશે નોકરી

1 હજાર લોકોને મળશે નોકરી

કંપનીનું કહેવું છે કે તેના નવા રિવોર્ડ પ્લાનથી યુસી વેબ ભારતમાં 1 હજાર લોકોને નોકરી આપશે. કંપનીનું કહેવું છે કે આ માટે તેમને રિયલ કન્ટેન્ટ લખતા અને સારું લખાણ લખતા લોકોની જરૂરિયાત છે.

શર્તો

શર્તો

જો કે યુસી વેબ મીડિયાની કંટેન્ટ મામલે કેટલીક શર્તો રાખી છે. જેમ કે નોંધણી સમયે 2 મહિનામાં 10 આર્ટીકલ અને પછી દર મહિને 20 આર્ટીકલ પબ્લિશ કરવાના રહેશે. આ સાથે જ આ તમામ આર્ટીકલ કોઇ પણ જગ્યાએથી કોપી કરેલા ના હોવા જોઇએ. તો કોપી કરેલા હશે તો તેને પબ્લિશ નહીં કરવામાં આવે. અને તે કંટેન્ટને બેન પણ કરવામાં આવશે. વધુમાં તેમાં લખવામાં આવ્યું છે કે ભલે તે ખબર બધા પાસે હોય પણ તે ખબરને લખવા માટે તમારા શબ્દો હોવા જરૂરી છે.

શું છે કંપનીનો ટાર્ગેટ

શું છે કંપનીનો ટાર્ગેટ

દુનિયાની સૌથી મોટી ઇ કોમર્સ કંપની અલીબાબાની સહયોગી મોબાઇલ અને ઇટરનેટ સર્વિસ પ્રોવાઇડર યૂસી વેબ ભારતમાં 2019 સુધીમાં 200 કરોડ રૂપિયાનો વેપાર કરવા માંગે છે. કંપનીએ હાલ 50 મિલિયનથી શરૂઆત કરી છે.

ભારત સૌથી મોટી બજાર

ભારત સૌથી મોટી બજાર

હાલ દિલ્હીમાં થયેલી પ્રેસ વાર્તામાં કંપનીએ પોતાની નીતિ સ્પષ્ટ કરતા કહ્યું કે તેમના માટે ભારતમાં સૌથી વધુ સંભાવનાઓ રહેલી છે. તમને જણાવી દઇએ કે યુસી વેબ 80 મિલિયન માસિક એક્ટિવ યૂઝર્સ ધરાવે છે. અને કંપનીનું કહેવું છે કે 2017માં તે સર્વિસ પ્રોવાઇડર અને કટેન્ટ જનરેશનમાં નંબર વન કંપની બની ગઇ છે.

English summary
How to earn 50 thousand salary every month read here.
Please Wait while comments are loading...