For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST: કેવી રીતે જીએસટી ટેક્સને ફાઇલ કરવું, વાંચો અહીં

જીએસટી કઇ રીતે ફાઇલ કરશો? જીએસટી ફાઇલ કરવાની મહત્વની તારીખો અને GST રિટર્ન અંગેની તમામ મહત્વની જાણકારી વિગતવાર જાણો અહીં..

By Chaitali
|
Google Oneindia Gujarati News

1 જુલાઇ 2017થી જીએસટી એટલે કે વસ્તુ અને સેવાકર લાગુ થયા પછી દેશની નાણાંકીય પરિસ્થિતિમાં મોટો બદલાવ આવશે. જો કે આ જ કારણે હાલ તમામ નાના મોટા વેપારીઓ ચિંતા પણ અનુભવી રહ્યા છે. સાથે જ લોકોને એ પણ દુવિધા છે કે, જીએસટી ટેક્સ રિર્ટન કેવી રીતે ફાઇલ કરવો? મોટી વાત એ પણ છે કે નવી પ્રણાલીનો ઉપયોગ લેવા હવે સપ્લાયરે ઇનવોઇસ એટલે કે પાક્કી રસીદ પણ આપવી પડશે. તે પછી જ વેપારીઓને ITC એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે.

ભૂલી જશો તો થશે જેલ

ભૂલી જશો તો થશે જેલ

GSTના મોડેલ ડ્રાફ્ટ મુજબ દર 3 મહિને રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. આ હેઠળ નિશ્ચિત તારીખ પર જીએસટીથી જોડાયેલી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે જીએસટીમાં છેતરપીંડી કરનારને વધુમાં વધુ 5 વર્ષ સુધી સજા થઇ શકે છે. તેવામાં ટેક્સથી જોડાયેલા તમામ કામ સમય સર પૂરા કરવા જરૂરી છે.

ટેક્સ

ટેક્સ

દર મહિને 10 તારીખ વેપારીઓએ પાછલા મહિનાના તમામ રેકોર્ડ આવનારા મહિનાની 10 તારીખ સુધી જીએસટી પોર્ટલ પર આપવું પડશે. ઉદા. તરીકે તમે ઓગસ્ટ મહિનામાં જે વેપાર કર્યો છે તેને સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ સુધી જીએસટી પોર્ટલ પર દાખલ કરવું પડશે. જો તમે આ તારીખ ભૂલી ગયા હોવ તો તમારે લેટ ફી આપવી પડશે. GST-R ફોર્મ એટલે કે જીએસટી રિટર્ન ફોર્મમાં પોતાની વસ્તુઓ અને સેવાઓની જાણકારી આપવાની રહેશે. આ સિવાયની વસ્તુઓ અને સેવાઓ પર કુલ યોગ્ય કિંમત પણ જણાવી પડશે. જો ગ્રાહકને સપ્લાય પર ટેક્સ 2.5 લાખ રૂપિયાથી વધુ છે અને આ સપ્લાય બીજા રાજ્યમાં આપવામાં આવી છે તો તમારે દરેક ઇનવોઇઝની એટલે કે પાક્કી રસીદની જાણકારી આપવી પડશે.

13 તારીખ

13 તારીખ

દર મહિનાની 13 તારીખ એ ઇનપુટ સર્વિસ ડ્રિસ્ટ્રીબ્યૂટર (મેન્યૂફેક્ચરર ઓફિસ) માટે મહત્વનો દિવસ છે. તેમાં સર્વિસ આપનારાને જીએસટી પોર્ટલ પર જાણકારી અપલોડ કરવી પડશે. આ માટે ફોર્મ GSTR-6નો પ્રયોગ કરવો પડશે.

15 તારીખ

15 તારીખ

આ તારીખે સપ્લાયરથી જેટલો માલ ખરીદ્યો છે તેની પૂરા મહિનાની જાણકારી આપવી પડશે. તે માટે તમારે ફોર્મ GSTR-2નો પ્રયોગ કરવો પડશે.

18 તારીખ

18 તારીખ

આ રિટર્ન તમારે ક્વાર્ટર એટલે કે પૂર્ણ થતા 3 મહિનામાં ભરવાનો રહેશે. આ તારીખે કંપાઉન્ડ ટેક્સ પેયર અને માસિક 20 લાખ રૂપિયાથી વધુની આવક રાખવા પર રિર્ટન આપવાનો હશે. તેમાં તમારે સંપૂર્ણ ક્વાર્ટર એટલે કે 3 મહિનાનું રિટર્ન ભરવું પડશે. આ માટે તમારે GSTR-4 ફોર્મનો પ્રયોગ કરવાનો રહેશે.

20 તારીખ

20 તારીખ

20 તારીખ સપ્લાયર અને ખરીદનાર બંન્ને માટે મહત્વની છે. આ માટે તમારે GSTR-3 ફોર્મ ભરવાનું રહેશે. આ તમે ત્યારે ભરશો જ્યારે તમારો મંથલી વેપાર 20 લાખ રૂપિયાથી ઓછો હોય.

English summary
GST: Importent Days To File GST Returns. Read in Gujarati, how to file GST return?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X