How to : પૈસા બચાવાના આ છે 5 સરળ રીતો
બચત કરવાની સરળ રીતો, જાણો અહીં વિગતવાર.
દરેક લોકો તેવું ઇચ્છે છે કે તે પૈસા કમાય. પૈસા એવી વસ્તુ છે જે આવે તો સૌ કોઇને ગમે. જો કે પૈસા કમાવવાના નવા સ્ત્રોત ઉભા કરવાની સાથે જ પૈસા બચાવવા પણ ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિ પોત પોતાની જરૂરિયાતો મુજબ બચત કરે છે. ત્યારે આજે અમે તમને કેટલાક સરળ ઉપાયો જણાવી રહ્યા છીએ જે તમને બચત કરવામાં મદદ કરશે. તો જાણો કેવી કેવી રીતે તમે બચત કરી કમાણી કરી શકો છો...

બજેટ દર દિવસનું દર મહિનાનું
સૌથી પહેલા તો તમે એવો પ્લાન બનાવો કે જેમાં તમે પ્રતિ દિવસ અને પ્રતિ માહિનો બજેટ સામેલ કરી શકો. આ રીતનો પ્લાન રોજ બનાવો અને તેનું પાલન કરો. આમ કરવાથી તમે ખોટા ખર્ચો કરવાથી બચશો.

બેંકમાં ખાતું ખોલાવો
તમે બેંકમાં સેવિંગ ખાતું ખોલાવો જેમાં તમારા પગારમાંથી 500 થી 1000 રૂપિયા મહિને કપાવો. રીકરિંગ ડિપોઝિટ ખાતા સૌથી સારા હોય છે. તેના વ્યાજદર પણ સારા હોય છે અને એક રીતે તમારી ફોર્સ બચત પણ થાય છે.

ઓનલાઇન શોપિંગ
આજકાલ ઇન્ટરનેટનો જમાનો છે. ઓનલાઇન શોપિંગ પર અનેક રીતના ડિસ્કાઉન્ટ મળે છે. જેનાથી તમે બચત કરી શકો છો. પણ આ ઓનલાઇન સેલમાં ખરીદી કરતી વખતે ખાલી એક વાતનું ધ્યાન રાખજો કે તમારે જે જોઇએ છે તેની જ ખરીદી કરવી ખાલી સેલ છે કરીને કંઇ પણ નહીં લઇ લેવું.

ક્રેડિટ કાર્ડ
સામાન્ય રીતે અમુક લોકો ક્રેડિટ કાર્ડનો ખૂબ જ ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડમાં 1 લાખ સુધીની લિમિટ હોવાથી અનેક વાર લોકો વધુ પડતી ખરીદી કરતા હોય છે. પણ ઇમરજન્સી સિવાય આ વસ્તુનો ઉપયોગ કરવો નહીં.

બચત
બચત કરીને યોગ્ય રીતે રોકાણ કરવું પણ જરૂરી છે. લાંબી બચત પણ કરો અને ટૂંકી બચત પણ કરો. જે ટૂંકી બચત કરો છો તેને થોડા થોડા સમયે રોકાણમાં પરિવર્તિત કરો અને આ રીતે લાંબા સમયની બચત પણ કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
