For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેવી રીતે બનાવશો મેરેજ સર્ટિફિકેટ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 નવેમ્બર: આજકાલ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે પરંતુ આપણામાંથી મોટાભાગના લોકોને ખબર જ હોતી નથી કે આ કેવી રીતે થાય છે? જેના લીધે લગ્નના વર્ષો બાદ પણ લગ્નનું રજિસ્ટ્રેશન થઇ શકતું નથી તો આ મુશ્કેલી અને દૂર કરી દઇએ.

mehndi1

નીચે બતાવેલા નિર્દેશોનું પાલન કરો અને સરળતાથી પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવો.

1 સૌથી પહેલાં તમે તમારા શહેરના જે એરિયામાં ર હો છો ત્યાંના સબ રજિસ્ટાર ઓફિસ જઇને ત્યાં લગ્નના સર્ટિફિકેટ ભરવાવાળું ફોર્મ પ્રાપ્ત કરો.

2. પછી ફોર્મને ખૂબ જ સાવધાની પૂર્વક ભરો અને પૂછવામાં આવેલી વાતોનો સાચો-સાચો જવાબ આપો.

3. જો લગ્ન પછી છોકરીની સરનેમ અથવા નામ ચેંજ થઇ ગયું છે તો તમે ફોર્મમાં નવું નામ અથવા સરનામું ભરો ના કે જૂનું.

4. તમારે ફોર્મ પર સહી કરાવવા માટે ત્રણ સાક્ષીઓની સહીઓની જરૂર પડશે. જો કે તમારા મિત્ર અને સંબંધી હોઇ શકે છે.

5. સાક્ષીઓની સહીઓની સાથે તમારે સાક્ષીઓની પણ માહિતી ભરવી પડશે જેમ કે તમારા કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે અને તેમનો ફોન નંબર શું છે?

6. ફોર્મમાં પતિ-પત્ની બંનેની સહીઓની પણ જરૂરિયાત રહેશે.

7. આ ફોર્મની સાથે તમારા લગ્નનો ફોટોગ્રાફ, આમંત્રણ પત્રિકા, તમારી અને તમારીના ઉંમરનો દાખલો, રહેણાંકનો પુરાવો (પત્નીનો , જે લગ્ન પહેલાંનો હોય)ને સબ રજિસ્ટાર ઓફિસમાં જમા કરાવી દો.

8. ત્યારબાદ રજિસ્ટાર ઓફિસ તમારી ડિટેલ્સ ચેક કરશે અને યોગ્ય સાબિત થતાં તેના પર સહી કરશે રજિસ્ટાર ઓફિસનો સિક્કો લગાવશે અને તેની પ્રિંટ આઉટ નિકાળશે.

9. ઓરિજનલ રેકોર્ડ વર-વધૂને આપી દેશે અને પ્રિંટ આઉટને રજિસ્ટાર ઓફિસના રેકોર્ડ માટે રાખવામાં આવશે.

10. એકવાર મેરેજ સર્ટિફિકેટ બની ગયા પર બધી મુશ્કેલી સરળ થઇ જશે, કારણ કે આજકાલ પાસપોર્ટ કે પ્રોપર્ટી ડીલ જેવી વસ્તુઓ વખતે પણ મેરેજ સર્ટિફિકેટ માંગવામાં આવે છે.

English summary
The marriage certificate is considered the most vital document of a marriage. It is to prove that a couple is legally wedded. This article based on How to get your Marriage Certificate. so please read carefully.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X