How To : ફેસબુક પર કેવી રીતે વધારશો તમારા સ્ટેટસ પર લાઇક્સ
એક સર્વેમાં જણાવ્યું છે કે કયો ટાઇમ શ્રેષ્ઠ રહેશે તમારા સ્ટેટસના લાઇક્સને વધારવા માટે વિગતવાર જાણો અહીં.
ફેસબુક પર જ્યારે આપણે આપણા મિત્રો કે સંબંધીઓની એક પોસ્ટ પર બહુ બધા લાઇક આવે છે ત્યારે કદાચ તમને પણ થતું હશે કે આપણને પણ આટલા લાઇક્સ આપણા સ્ટેટ્સ પર મળે તો? જો તમે પણ આવું વિચારતા હોવ તો આ સર્વે કેટલાક અંશે તમારી મદદ કરી શકે છે. એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે કયા સમયે ફેસબુક પોસ્ટ કરવાથી તેના વધુ લાઇક્સ આવે છે.

સર્વે મુજબ રજાના સમયે પોસ્ટ લખવાથી ઓછા લાઇક મળે છે. અને જો તમે સાંજના 7થી 8ની વચ્ચે પોસ્ટ લખો છો તો તેને વધુ લાઇક મળવાની સંભાવના છે. રિપોર્ટ મુજબ સાંજે 7 થી 8ની વચ્ચે લોકો ફેસબુકનો ઉપયોગ વધુ કરે છે. આ સમયે પોસ્ટ કરવાથી લાઇક મળવાની સંભાવના વધારે છે.
સાથે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે કોઇ પોસ્ટ કરવાના બદલે સોમવારે કરવાથી વધુ લાઇક મળી શકે છે. વળી સર્વેમાં તે પણ બહાર આવ્યું છે કે ઓફિસ ટાઇમમાં પણ અનેક લોકો સોશ્યલ મીડિયા પર એક્ટિવ હોય છે. ત્યારે જો તમે પણ તમારી પોસ્ટ પર વધુ લાઇક મેળવવા ઇચ્છતા હોવ તો આ સમય પર પોસ્ટ કરીને જોઇ શકો છો કે ખરેખરમાં આ સર્વેમાં જે જણાવવામાં આવ્યું છે તે સાચું છે કે નહીં.












Click it and Unblock the Notifications
