
Learn Garba : બોમ્બે સ્ટાઇલ ગરબા રમતા શીખો આ વીડિયોમાં
ગુજરાતમાં જેટલી નવરાત્રી લોકપ્રિય છે તેટલી જ તે મુંબઇમાં પણ છે. મુંબઇમાં પણ લોકો મોટી સંખ્યામાં આ નવ દિવસના ઉત્સવમાં ભાગ લે છે. અને આપણે ત્યાં જ પણ અનેક જાણીતા ગાયકો જેમ કે ફાલ્ગુની પાઠક, નિશા ઉપાધ્યાય ત્યાં ગરબા વખતે ખાસ ગાવા જાય છે. જો કે મુંબઇગરાઓએ નવરાત્રીના ગરબાને પણ પોતાનો એક રંગ આપ્યો છે. મુંબઇના બોમ્બે સ્ટાઇલ ગરબા અને પરી સ્ટેપ ખૂબ જ લોકપ્રિય છે. અને જો તમે સ્ટાઇલ પણ વધુ છે.
મુંબઇમાં અમુક ગીતો વખતે સમગ્ર ગ્રુપ સાથે મળીને અદ્ઘભૂત રીતે આ બોમ્બે સ્ટાઇલ ગરબા કરે છે. જે જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો નવરાત્રીમાં તમે પણ આ વીડિયો જોઇને બોમ્બે સ્ટાઇલ ગરબા કરી શકો છો. અને નવરાત્રીમાં નવી સ્ટાઇલથી ડાન્સ કરી કૂલ ડ્યૂડ બની શકો છો. તો જુઓ બોમ્બે સ્ટાઇલ ગરબા કરવાનો આ વીડિયો. સાથે જ વનઇન્ડિયા ગુજરાતીના તમામ ગરબા સ્ટેપની યૂટ્યૂબ લિંક એક સાથે જોવા માટે ક્લિક કરો અહીં...