For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે WhatsApp પણ બુક થશે LPG ગેસ સિલિન્ડર, જાણો સમગ્ર પ્રોસેસ

|
Google Oneindia Gujarati News

પહેલાના સમયમાં LPG ગેસ સિલિન્ડર નોંધાવવો પણ રોકેટ સાયન્સ જેટલું જટીલ હતું. આવામાં તમારે ગેસ એજન્સી જઇને LPG ગેસ સિલિન્ડર બુક કરાવવો પડતો હતો. જોકે, હવે સમય બદલાઇ ગયો છે. હવે તમે કોલ, એસએમએસ અને WhatsApp LPG ગેસ સિલિન્ડર નોંધાવી શકો છો.

આજે આ અહેવાલમાં આપણે જાણીશું કે, કેવી રીતે HPCL, BPCL અને ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો WhatsApp દ્વારા સરળતાથી LPG ગેસ સિલિન્ડર ઓનલાઈન બુક કરી શકે છે.

LPG gas cylinders

HPCL ગ્રાહકો માટે

HPCL ગ્રાહકો કંપનીના સત્તાવાર વોટ્સએપ નંબર 9222201122 પર ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે. આ માટે ગ્રાહકોએ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 'બુક' લખીને વોટ્સએપ કરવું પડશે. એચપીસીએલના આ વોટ્સએપ નંબર પર સિલિન્ડર બુક કરવા સિવાય તમે બીજી ઘણી સુવિધાઓનો લાભ લઈ શકો છો.

BPCL ગ્રાહકો માટે

BPCL ગ્રાહકોએ WhatsApp દ્વારા સિલિન્ડર બુક કરવા માટે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 1800224344 પર BOOK લખવાનો રહેશે. આ પછી તમને એજન્સી તરફથી કન્ફર્મેશન વોટ્સએપ મળશે.

ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો માટે

ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ તેમના રજિસ્ટર્ડ મોબાઈલમાંથી REFILL ટાઈપ કરીને 7588888824 પર WhatsApp કરવાનું રહેશે. આ પછી તમારું એલપીજી સિલિન્ડર બુક થઈ જશે. આ સિવાય તમે 7718955555 પર કોલ કરીને પણ સિલિન્ડર બુક કરાવી શકો છો.

English summary
Now WhatsApp will also book LPG gas cylinders, know the entire process
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X