IT કંપનીઓમાં ગત વર્ષની સરખામણીમાં 400 ટકાનો વધારો, યુવાનોને મળી રહ્યા છે સારા પગાર પેકેજ
કોરોના રોગચાળાએ માત્ર આરોગ્ય ક્ષેત્રને જ અસર કરી નથી, પરંતુ જોબ ક્ષેત્ર પણ આ રોગચાળાથી પ્રભાવિત થયું છે. છેલ્લા દોઢ વર્ષમાં દેશમાં લાખો યુવાનોએ નોકરી ગુમાવી છે.
નવી દિલ્હી : કોરોના રોગચાળાએ માત્ર આરોગ્ય ક્ષેત્રને જ અસર કરી નથી, પરંતુ જોબ ક્ષેત્ર પણ આ રોગચાળાથી પ્રભાવિત થયું છે. છેલ્લા દોઢ વર્ષમાં દેશમાં લાખો યુવાનોએ નોકરી ગુમાવી છે. સમાન રીતે કામદાર વર્ગ પણ રોગચાળાને કારણે બેકાર બન્યો છે, પરંતુ હવે દોઢ વર્ષ પછી, વ્યાવસાયિકો માટે કેટલાક સારા સમાચાર છે.
એક સર્વે રિપોર્ટ સૂચવે છે કે, જોબ માર્કેટ ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. નોકરીનું ક્ષેત્ર હવે કર્મચારીઓના પગાર વધારાથી લઈને ભરતી પ્રક્રિયા સુધી ચાલી રહ્યું છે.

IT ક્ષેત્રમાં નોકરીઓમાં 400 ટકાનો વધારો થયો છે
ધ ઈન્ડીપ રિપોર્ટ અનુસાર કોરોના મહામારીથી પ્રભાવિત IT ક્ષેત્રમાં નોકરીઓમાં 400 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, IT કંપનીઓ માત્ર રેકોર્ડ હાયરિંગ જ નથી કરી રહી, પરંતુ કુશળ પ્રોફેશનલ્સની માંગ પણ ખૂબ ઝડપથી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, જૂન 2020માં IT જોબ સેક્ટરમાં 50 ટકાનો ઘટાડો થયો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, IT સેક્ટરમાં માત્ર બમ્પર ભરતી થઇ રહી છે, પરંતુ નોકરીની સાથે સાથે યુવાનોને ગત વર્ષની સરખામણીમાં સારો પગાર પણ આપવામાં આવી રહ્યો છે.
વધારો 70 થી 120 ટકા સુધી મળી રહ્યો છે
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીઓ ફુલ ટાઇમ એન્જિનિયર્સને 70 થી 120 ટકા સુધીનો પગાર વધારો આપી રહી છે. આ આંકડો ગયા વર્ષ કરતા 20 થી 30 ટકા વધુ છે. આ રિપોર્ટ અનુસાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ તાજેતરમાં જાહેરાત કરી છે કે, તેણે મહિલા વ્યાવસાયિકો માટે તેની અત્યાર સુધીની સૌથી મોટી ભરતી ડ્રાઇવ શરૂ કરી છે. એટલું જ નહીં IT કંપની મહિલા વ્યાવસાયિકોને પણ તક આપી રહી છે. જેમને કારકિર્દીના અંતરાલ બાદ નોકરીની તકો શોધી રહ્યા છે.
TCS એ જણાવ્યું હતું કે, પ્રતિભાશાળી અને અનુભવી મહિલા વ્યાવસાયિકો માટે પોતાની જાતને પ્રેરણા આપવાની, નવીનતા લાવવા અને પોતાની ઓળખ બનાવવા માટે પડકાર આપવાની આ તક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
