For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યમાં 4000 શિક્ષકોની ભરતી થશે, રાજ્ય સરકારે લીધો ફેસલો

આ રાજ્યમાં 4000 શિક્ષકોની ભરતી થશે, રાજ્ય સરકારે લીધો ફેસલો

By Staff
|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યમાં શિક્ષકોના ચાર હજાર પદો પર ભરતીને મંજૂરી આપી દીધી છે. મંગળવારે સીએમ જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં શિમલામાં મળેલી કેબિનેટ મીટિંગમાં 1326 પદ હાયર એજ્યુકેશન અને 2640 પદ એલિમેંટ્રી લેવલ પર ભરવાનો ફેસલો લેવાયો છે. સાથે જ ચાર સપ્ટેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનો ફેસલો લેવાયો છે.

himachal pradesh

હિમાચલ પ્રદેશ કેબિનેટે જે 4000 પદ ભરવાનો નિર્ણય લીધો છે, તેમાં ડ્રાઈવિંગ શિક્ષકોના 820 પદ અને શારીરિક શિક્ષકના 870 પદ પણ સામેલ છે. બેઠકમાં શિક્ષકોને તેમના ઘર નજીક પોસ્ટિંગ આપવાની કોશિશ કરવામાં આવે તેવો ફેસલો લેવાયો છે. જણાવી દઈએ કે રાજ્યમાં શિક્ષક ભરતીની માંગ લાંબા સમયથી થઈ રહી હતી. ઘણા સમયથી માનવામાં આવી રહ્યું હતું કે સરકાર આના પર ફેસલો લઈ શકે છે, આખરે આજે નિર્ણય થઈ ગયો છે.

માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં 1 સપ્ટેમ્બર સુધી સ્કૂલો અને કોલેજો ખોલવાને લઈ ફેસલો થઈ શકે છે. જો કે ચાર સપ્ટેમ્બર સુધી સ્કૂલો બંધ જ રાખવાનો ફેસલો લેવાયો છે. આ ઉપરાંત કોરોના પ્રતિબંધોને લઈને કોઈ મોટાં એલાનની ઉમ્મીદ હતી પરંતુ આ મામલે કોઈ મોટો ફેસલો નથી થયો.

English summary
4000 teachers will be recruited in himachal pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X