વિશ્વની ટોચની 100 બિઝનેસ સંસ્થાનોની ભારતની 6 કોલેજોને સ્થાન!
ફાઇનાન્સિયલ ટાઇમ્સે માસ્ટર્સ ઇન મેનેજમેન્ટ માટે વિશ્વની ટોચની 100 સંસ્થાઓની યાદી બહાર પાડી છે. ભારતની 6 સંસ્થાઓએ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સે માસ્ટર્સ ઇન મેનેજમેન્ટ માટે વિશ્વની ટોચની 100 સંસ્થાઓની યાદી બહાર પાડી છે. ભારતની 6 સંસ્થાઓએ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. રેન્કિંગ મુજબ, સ્વિટ્ઝરલેન્ડની સેન્ટ ગેલેન યુનિવર્સિટીએ સતત 11 માં વર્ષે ફાઇનાન્સિયલ ટાઇમ્સ 2021 રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજી બાજુ IIM અમદાવાદ ભારતની યાદીમાં ટોચ પર છે.

આ યાદીમાં ભારતની ત્રણ સંસ્થાઓને વિશ્વની ટોચની 50 સંસ્થાઓમાં સ્થાન મળ્યું છે. શિક્ષણ મંત્રાલયની એનઆઈઆરએફ રેન્કિંગ મુજબ ટોચની બિઝનેસ સ્કૂલોની આ યાદીમાં ફાઈનાન્સિયલ ટાઈમ્સ દ્વારા આઈઆઈએમ અમદાવાદને ભારતની ટોચની બિઝનેસ સ્કૂલ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. મેનેજમેન્ટમાં 2 વર્ષના માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ માટે કોલેજની પસંદગી કરવામાં આવી છે. બીજી બાજુ, પીજી ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ માટેની આ યાદીમાં એસપી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને બીજો અને આઈઆઈએમ બેંગ્લોરને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે.
ફાઇનાન્શિયલ ટાઇમ્સ રેન્કિંગ- 2021 ભારતીય કોલેજો અને તેમની રેન્કિંગ
IIM અમદાવાદ - રેન્કિંગ 26
IIM બેંગ્લોર - રેન્કિંગ 47
IIM ઈન્દોર - રેન્કિંગ 79
IIM લખનૌ - રેન્કિંગ 79
IIM ઉદયપુર - રેન્કિંગ 82
IIM ઇન્દોર અને IIM લખનૌને આ યાદીમાં સમાન રેન્કિંગ આપવામાં આવી છે. આ સૂચિમાં, સેન્ટ ગેલેન યુનિવર્સિટી પ્રથમ, એચઈસી પેરિસ 2, યુનિવર્સિટી કોલેજ ડબલિન 3, લંડન બિઝનેસ સ્કૂલ 4, રોટરડેમ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ 5, ઇસેક બિઝનેસ સ્કૂલ 6, ઇએસીપી બિઝનેસ સ્કૂલ 7, સ્ટોકહોમ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ 8, ઇમ્પિરિયલ કોલેજ બિઝનેસ સ્કૂલ 9 અને અડહેક બિઝનેસ સ્કૂલ 10 માં ક્રમે છે.












Click it and Unblock the Notifications
