For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAT 2020: આજે IIM CAT પરીક્ષા લેવાશે, જાણો ગાઈડલાઈન્સ અને SOPs

CAT 2020: આજે IIM CAT પરીક્ષા લેવાશે, જાણો ગાઈડલાઈન્સ અને SOPs

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય મેનેજમેન્ટ સંસ્થાન, ઈન્દોર કોમન એડમિશન ટેસ્ટ (CAT 2020) પરીક્ષાનું આજે આયોજન કરી રહ્યું છે. આ પરીક્ષા માટે 2.27 લાખ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આઈઆઈએમ સહિત અન્ય સંસ્થાઓમાં પ્રવેશ માટે પરીક્ષા આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પરીક્ષાનું આયોજન બેને બદલે ત્રણ શિફ્ટમાં થઈ રહ્યું ચે અને પરીક્ષાનો સમય 2 કલાક છે. આપરીક્ષાનું આયોજન 159 શહેરમાં 430 પરીક્ષા કેન્દ્રો પર થઈ રહ્યું છે. જેને લઈ સંસ્થાન તરફથી ગાઈડલાઈન અને એસઓપી જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈનનું પાલન ઉમેદવારો, નિરીક્ષક અને અન્ય સ્ટાફે કરવું પડશે.

exam

કેટ પરીક્ષા માટે કોવિડ 19 ગાઈડલાઈન અને એસઓપી

  • પરીક્ષા એક પ્રકારે ટચ ફ્રી હશે, એટલે કે ઉમેદવારોને પ્રવેશથી લઈ પરીક્ષા કેન્દ્ર સુધી બહાર નિકળે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે.
  • પરીક્ષા કેન્દ્રની અંદર પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે.
  • વેન્યૂપર ભીડથી બચવા માટે ઉમેદવારોને તેમની ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર ટાઈમ સ્લૉટ આપી દેવામાં આવશે.
  • ગેટ બહાર બનેલ નિશાન અને રોપ ક્યૂઝનું બધાએ પાલન કરવાનું રહેશે.
  • પરીક્ષા કેન્દ્ર બહાર પ્રવેશ દ્વાર પર ઉમેદવારોનું થર્મલ સ્ક્રીનિંગ થશે.
  • તમામ ઉમેદવારોએ માસ્ક પહેરવું ફરજીયાત હશે. સાથે જ તેમણે ગ્લવ્સ અને હેન્ડ સેનેટાઈઝરની બોટલ પણ લાવવી પડશે.

તમામ ઉમેદવાર કેટ પરીક્ષા 2020 આપતા પહેલાં જરૂરી દિશા-નિર્દેશ જરૂર વાંચી લે. જણાવી દઈએ કે કેટ 2020 પરીક્ષા આઈઆઈએમના વિવિધ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ય કાર્યક્રમોમાં પ્રવેશ માટે આયોજિત કરવામાં આવે છે. કેટ 2020ના સ્કોરનો ઉપયોગ સૂચીબદ્ધ નૉન-આઈઈએમ મેમ્બર સંસ્થાન પણ કરી શકે છે. કેટની વેબસાઈટ પર આવા સંસ્થાનોની યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે બિન-આઈઆઈએમ સંસ્થાનોની પસંદગી પ્રક્રિયામાં આઈઆઈએમની કોઈ ભૂમિકા નથી હોતી.

ખેડૂત આંદોલન વચ્ચે આજે 11 વાગ્યે પીએમ મોદી કરશે 'મન કી બાત'ખેડૂત આંદોલન વચ્ચે આજે 11 વાગ્યે પીએમ મોદી કરશે 'મન કી બાત'

English summary
CAT 2020: IIM CAT exam will be taken today, Learn Guidelines and SOPs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X