CBSE EXAM 2026 : ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂ, જાણો ગાઈડલાઈન્સ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો આજથી એટલે કે 17 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. આ વર્ષે દેશ અને વિદેશના વિવિધ કેન્દ્રો પરથી અંદાજે 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે.

બોર્ડ દ્વારા પરીક્ષાના સમય અને ડ્રેસ કોડ અંગે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનું પાલન દરેક વિદ્યાર્થીએ કરવાનું રહેશે. તમામ પરીક્ષાઓ સવારે 10:30 કલાકે શરૂ થશે, પરંતુ વિદ્યાર્થીઓએ કેન્દ્ર પર વહેલા પહોંચવું અનિવાર્ય છે.
નિયમ મુજબ વિદ્યાર્થીઓએ સવારે 10:00 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવો પડશે, ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. ટ્રાફિક જેવી સમસ્યાઓથી બચવા માટે બોર્ડે વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાના 45 થી 90 મિનિટ પહેલા પહોંચવા સલાહ આપી છે.
ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ 11 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ આગામી 10 એપ્રિલ, 2026ના રોજ પૂર્ણ થવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને માત્ર સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી અને ડેટશીટ પર જ વિશ્વાસ કરવા માટે બોર્ડ દ્વારા સૂચના અપાઈ છે.












Click it and Unblock the Notifications
