Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Board Exams 2021: ધોરણ 12ના મુખ્ય વિષયોની પરીક્ષા કરાવી શકે છે CBSE

Board Exams 2021: ધોરણ 12ના મુખ્ય વિષયોની પરીક્ષા કરાવી શકે છે CBSE

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ ધોરણ 12 બોર્ડની આ વખતે પરીક્ષા લેવાશે કે નહિ તેને લઈ 23 મેના રોજ શિક્ષણ મંત્રાલયમાં એક બેઠક યોજાનાર છે. જે આજે સવારે 11 વાગ્યે વર્ચ્યુઅલી ઑનલાઈન થશે. આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ હશે અને તેમાં શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ અને મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સામેલ થશે. આ ઉપરાંત તમામ રાજ્યોના શિક્ષણ મંત્રી અને સચીવ પણ સામેલ થશે. મીડિયા રિપોર્ટે 22 મેના રોજ દાવો કર્યો કે સીબીએસઈ બોર્ડ 12માની પરીક્ષા માટે માત્ર પ્રમુખ વિષયોની પરીક્ષા આયોજિત કરાવી શકે છે.

ramesh pokhariyal

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ સીબીએસઈએ પ્રમુખ વિષયો માટે ધોરણ 12 બોર્ડની પરીક્ષા આયોજિત કરવા માટે શિક્ષણ મંત્રાલયને બે વિકલ્પ પ્રસ્તાવિત કર્યા છે. સીબીએસઈના આ પ્રસ્તાવો પર જ રવિવારે રાજ્યના શિક્ષણ મંત્રીઓ અને રાજ્યના શિક્ષણ સચિવોની બેઠકમાં ચર્ચા કરશે.

અપડેટ મુજબ સીબીએસઈ સામાન્ય રીતે ધોરણ 12ના વિદ્યાર્થીઓની 174 વિષયોની પરીક્ષા લે છે. જેમાંથી 20 વિષયોને પ્રમુખ માનવામાં આવે છે અને આ વિષયોમાં ભૌતિક શાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, ગણિત, જીવ વિજ્ઞાન, ઈતિહાસ, રાજનીતિ વિજ્ઞાન, વ્યવસાયિક અધ્યયન, અકાઉન્ટ્સ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, અને અંગ્રેજી સામેલ છે. સીબીએસઈનો એક વિદ્યાર્થી ઓછામા ઓછા 5 વિષય અને મહત્તમ 6 વિષય લઈ શકે છે. આ કુલ વિષયોમાંથી સામાન્ય રીતે 4 વિષય પ્રમુખ હોય છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે એપ્રિલ 2021માં સીબીએસઈએ 10 બોર્ડની પરીક્ષા રદ્દ કરી દીધી હતી. જ્યારે 4 મેના રોજ થનાર 12માની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી હતી. સીબીએસઈએ કહ્યું હતું કે 12માની બોર્ડની પરીક્ષાઓને લઈ સીબીએસઈ પરીક્ષા શરૂ થવાના 15 દિવસ પહેલા વિદ્યાર્થીઓને સૂચના ાપી દેવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X