For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSE એ ધોરણ 12 બોર્ડની પરીક્ષાના ટાઈમટેબલમાં ફેરફાર કર્યા, જુઓ નવુ ટાઈમટેબલ

સીબીએસસીએ 12માં ધોરણની બોર્ડની પરિક્ષાના ટાઈમટેબલમાં ફેરફાર કર્યો છે. હવે આ નવા અપડેટ અનુસાર પરિક્ષા લેવાશે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસસીના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સીબીએસસીએ 12માં ધોરણની બોર્ડની પરિક્ષાના ટાઈમટેબલમાં ફેરફાર કર્યો છે. હવે આ નવા અપડેટ અનુસાર પરિક્ષા લેવાશે.

cbse

અહીં તમને જણાવી દઈએ કે સીબીએસસીએ પહેલા 12માં ધોરણની બોર્ડની પરિક્ષા 4 એપ્રિલ 2023થી લેવાની જાહેરાત કરી હતી. હવે આ તારીખો બદલાઈ છે. નવા જારી કરાયેલા ટાઈમ ટેબલ અનુસાર હવે 12માં ધોરણની બોર્ડની પરિક્ષાઓ 27 માર્ચ 2023થી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ આ પરિક્ષાનું ટાઈમ ટેબલ સીબીએસસીની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જોઈ શકે છે.

અહીં વિદ્યાર્થીઓએ એ પણ જાણી લેવુ જરૂરી છે કે ધોરણ 10ની પરિક્ષાના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ સિવાયની વિગતો અનુસાર પ્રેક્ટિકલ પરિક્ષાઓ 2 જાન્યુઆરીથી લેવામાં આવશે. આ તારીખોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.

સીબીએસસીએ 29 ડિસેમ્બરે આ અપડેટ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમ અનુસાર ધોરણ 12ની પરિક્ષાઓ 27 માર્ચ 2023 થી 5 એપ્રિલ 2023 સુધી ચાલશે. આ સિવાય ધોરણ 10ની પરિક્ષાઓ 15 ફેબ્રુઆરીએ શરૂ થશે અને 21 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ સબ્જેક્ટિવ મોડમાં લેવાશે. બોર્ડ દ્વારા હવે એડમિટ કાર્ડ જારી કરાશે.

English summary
CBSE Changed Class 12 Board Exam Timetable, Check New Timetable
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X