CBSE 12 Board Exam 2021: સીબીએસઈ 12માંની પરીક્ષા અંગે આજે નિર્ણય, શિક્ષણ મંત્રી કરી શકે છે મોટુ એલાન
1 જૂને શિક્ષણ મંત્રી સીબીએસઈની 12માં બોર્ડની પરીક્ષા માટે મહત્વની ઘોષણા કરી શકે છે.
નવી દિલ્લીઃ CBSE 12 Board Exam Date, કોરોનાની બીજી લહેરે લાખો જિંદગીઓ છીનવી લીધી એટલુ જ નહિ પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યમાં પણ અદ્ધર લટકાવી દીધા. જ્યાં સીબીએસઈ 10માની બોર્ડ પરીક્ષાઓ રદ કરવામાં આવી ત્યાં 12ના પરીક્ષાર્થીઓની પરીક્ષા લેવામાં આવે કે નહિ તેનો નિર્ણય હજુ સુધી થઈ શક્યો નથી પરંતુ આજે આ સસ્પેન્સ પરથી પડદો હટી જશે. 1 જૂને શિક્ષણ મંત્રી સીબીએસઈની 12માં બોર્ડની પરીક્ષા માટે મહત્વની ઘોષણા કરી શકે છે.

CBSE 12માં બોર્ડ માટે મહત્વની ઘોષણા
કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે સતત એ માંગ ઉઠી રહી હતી કે સીબીએસઈની 12માં બોર્ડની પરીક્ષાનો પણ રદ કરવામાં આવે. ફિઝિકલ રીતે પરીક્ષા લેવાના બદલે કોઈ વૈકલ્પિર વ્યવસ્થા કરવામાં આવે. આ મુદ્દે આજે શિક્ષણ મંત્રી મહત્વનો નિર્ણય લેશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ 12માંની પરીક્ષાને રદ કરવાનો આજે મહત્વનો નિર્ણય લેશે. સીબીએસઈ બોર્ડ સાથે સાથે કાઉન્સિલ ફૉર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનની 12માંની બોર્ડ પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય આજે આપવામાં આવશે. 12માંના વિદ્યાર્થીઓના ભવિષ્ય પરથી આજે શિક્ષણ મંત્રી અને સીબીએસઈ બોર્ડ પડદો ઉઠાવશે અને તે એ નક્કી કરશે કે બોર્ડની પરીક્ષા થશે કે નહિ.
રાજ્યો અને શિક્ષણ બોર્ડને મળેલા સૂચનો પર લેવામાં આવશે નિર્ણય
તમને જણાવી દઈએ કે શિક્ષણ મંત્રાલય તરફથી બધા રાજ્યો અને શિક્ષણ બોર્ડ પાસે 12માંની પરીક્ષા માટે સૂચનો માંગવામાં આવ્યા હતા. આ સૂચનોના આધારે તૈયાર કરવામાં આવેલ રિપોર્ટને શિક્ષણ મંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપી શકે છે અને તેના આધારે પરીક્ષા માટે મહત્વનો નિર્ણય લઈ શકે છે. એવામાં બધાની નજર આજના નિર્ણય પર ટકેલી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
