For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GATE 2021 Exam: પરીક્ષા આપતા પહેલા જરૂર વાંચો આ ગાઈડલાઈન્સ

આઈઆઈટી બૉમ્બે આ વખતે ગેટની પરીક્ષા કરાવવા જઈ રહ્યુ છે. ગેટની પરીક્ષા 6 ફેબ્રુઆરીથી શરૂ થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ GATE 2021 Exam: આઈઆઈટી બૉમ્બે આ વખતે ગેટની પરીક્ષા કરાવવા જઈ રહ્યુ છે. ગેટની પરીક્ષા 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગેટની પરીક્ષા 6, 7, 13, 14 ફેબ્રુઆરીએ અલગ અલગ એક્ઝામ સેન્ટર પર આયોજિત કરવામાં આવશે. અલગ અલગ વિષયોની પરીક્ષા અલગ અલગ તારીખે આયોજિત કરાવવામાં આવશે. પરંતુ આ વખતે ગેટની પરીક્ષામાં શામેલ છાત્રો માટે અમુક જરૂરી દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે જેનુ પાલન ન કરવા પર તમનૈ પરીક્ષામાં શામેલ થવા દેવામાં આવશે નહિ. ગેટ પરીક્ષામાં શામેલ થનારા છાત્રોએ આ વખતે ડ્રેસ કોડનુ પાલન કરવાનુ રહેશે. ડ્રેસ કોડ માટે આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

gate

ડ્રેસ કોડ

  • છાત્ર એવા કપડા પહેરી શકે છે જેમાં કોઈ પણ પ્રકારની મેટલ હોય.
  • ટોપી કે મફલર પહેરવાની મંજૂરી નહિ હોય.
  • પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે હળવા કપડા પહેરવા.
  • કોઈ પણ પ્રકારની જ્વેલરી અને ઘરેણા પહેરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.
  • પરીક્ષાર્થીઓએ ગોગલ્સ, રિંગ્ઝ, બ્રેસલેટ પહેરવાની અનુમતિ નથી.
  • કોઈ પણ પ્રકારના પર્સ કે પાઉચ રાખવા પ્રતિબંધિત રહેશે.

આ વસ્તુઓ રાખી શકો છો પરીક્ષા હૉલમાં

  • ગેટની પરીક્ષાનુ એડમિટ કાર્ડ, વેલિડ ફોટો આઈડી પ્રૂફ.
  • આઈડી પ્રૂફ તરીકે પાસપોર્ટ, પેન કાર્ડ, આધાર કાર્ડ, કૉલેજ આઈડી, એમ્પ્લોય આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે.
  • પેન, પેન્સિલ, ટ્રાન્સપરન્ટ વૉટર બૉટલ, ટ્રાન્સપરન્ટ પૉકેટ સાઈઝ હેન્ડ સેનિટાઈઝર.

કોવિડ ગાઈડલાઈન્સ

  • પરીક્ષા કેન્દ્રોમાં કોવિડ-19 ગાઈડલાઈન્સનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે.
  • પરીક્ષાર્થીઓએ ફેસ માસ્ક પહેરવુ જરૂરી છે. ફેસ માસ્ક વિના પ્રવેશ આપવામાં આવશે નહિ.
  • પરીક્ષાર્થીઓનુ ટેમ્પરેચર 99.4 ડિગ્રીથી વધુ ન હોવુ જોઈએ નહિતર તેમને આઈસોલેશન એરિયામાં લઈ જવામાં આવશે.
  • કોવિડ-19 પૉઝિટીવને એક્ઝામ સેન્ટરમાં જવા દેવામાં આવશે નહિ.

80 વર્ષની મહિલાના ઘરમાં ઘૂસીને રેપ, મોઢામાં ઠૂસી દીધુ કપડુ80 વર્ષની મહિલાના ઘરમાં ઘૂસીને રેપ, મોઢામાં ઠૂસી દીધુ કપડુ

English summary
GATE 2021 Exam: Does and don't dress code and important guidelines for exam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X