સરકારી નોકરીનો મોકો, આ વિભાગોમાં નિકળી બંપર વેકન્સી
તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. અમે તમારા માટે ભરતીની જાણકારી લઈને આવ્યા છીએ. અલગ અલગ યોગ્યતા વાળા ઉમેદવારો માટે આ નોકરીઓ છે. જેમાં 10મું, 12મું પાસ માટે પણ મોકા છે અને સ્નાતક, અનુસ્નાતક માટે પણ. યૂપીએસસી, યૂપી આંગણવાડી, છત્તીસગઢ અને ઓરિસ્સા લોકસેવા આયોગમાં ભરતીઓ છે.
યુપીએસસીમાં વિવિધ પદો પર વેકેન્સી
સંઘ લોક સેવા આયોગે આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર અરજીઓ મંગાવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત 28 પદ ભરવામાં આવશે. જેમાં સૌથી વધુ પેડિયાટ્રિક્સમાં 14 પદ પર વેકેન્સી છે. જે બાદ આસિસ્ટન્ટ પ્રોફેસરના 11 પદ છે.આ પદ પર અરજી માટે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંશ્તાનથી એમબીબીએસની ડિગ્રી હોવી જોઈએ. આ પદો માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર યીપીએસસીની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈ અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે.
આસિસ્ટન્ટ પ્રોફેસરના 140 પદ પર વેકેન્સી
છત્તીસગઢ લોક સેવા આયોગ સહાયક પ્રોફેસરના પદ પર ભરતી કરી રહ્યું છે. કુલ 140 પદો પર વેકેંસી છે. આના માટે 2 એપ્રિલથી ઑનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ 1 મે 2021 છે. ઉમેદવાર છત્તીસગઢ લોક સેવા આયોગની વેબસાઈટ CGPSC પર જઈ જાણકારી મેળવી શકે છે.
ઓરિસ્સા લોક સેવા આયોગમાં નોકરી
ઓરિસ્સા લોક સેવા આયોગે ગ્રુપ બીમાં સાયન્સ સ્ટ્રીમ અંતર્ગત 139 પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર પદ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. 24 માર્ચથી આના માટે અરજી શરૂ થઈ ગઈ છે. જેની અંતિમ તારીખ 23 એપ્રિલ 2021 છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે OPSCની વેબસાઈટ ચેક કરવી.
યુપીમાં આંગણવાડીમાં આ પદો પર ભરતી
ઉત્તર પ્રદેશ સરકારે વિવિધ જિલ્લાઓ માટે આંગણવાડી સેવિકા, મિની આંગણવાડી સેવિકા અને આંગણવાડી હેલ્પરના પદ પર ભરતી કાઢી છે. કુલ 5300 પદો માટે આ ભરતી છે. જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ છે. આંગણવાડી સેવિકા અને મિની આંગણવાડી સેવિકા માટે દસમું પાસ હોવું જરૂરી છે. જ્યારે આંગણવાડી સહાયકા માટે પાંચ ઉતીર્ણ હોવું જરૂરી છે. ઈચ્છુક ઉમેદવાર balvkasup વેબસાઈટ પર જઈ માહિતી મેળવી શકે છે.