ગુજરાત 10મા ધોરણમાં 100 વિદ્યાર્થીઓને 0 માર્ક્સ આવ્યા છતાં પાસ થઈ ગયા

ગુજરાત 10મા ધોરણમાં 100 વિદ્યાર્થીઓને 0 માર્ક્સ આવ્યા છતાં પાસ થઈ ગયા

ગુજરાત બોર્ડે ધોરણ 10ની પરીક્ષામાં બધા જ વિદ્યાર્થીઓને પાસ કરી દીધા છે. નોંધનીય છે કે આ વખતે કોવિડ 19 મહામારીને પગલે બધા જ વિદ્યાર્થીઓને પાસ કરી દીધા છે. પરંતુ આંકડાઓ પરથી માલૂમ પડે છે કે પાસ થનાર બાળકોમાં 100 વિદ્યાર્થીઓ એવા પણ હતા જેમને માર્ક્સમાં બે લાડવા મળ્યા હતા. ટીઓઆઈમાં પ્રકાશિત સમાચાર મુજબ મંગળવારે ઘોષિત કરાયેલા ગુજરાત બોર્ડ ધોરણ 10 બોર્ડના પરિણામમાં આ વખતે 100 વિદ્યાર્થીઓને 198 અંક સુધી ગ્રેસ માર્ક મળ્યા.

student

ગુજરાત બોર્ડ ધોરણ 10માં પાસ થવા માટે 6 વિષયમાં 33-33 માર્ક લાવવા ફરજીયાત હોય છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થીને 198 અંક ગ્રેસ માર્ક તરીકે મળે છે તો તેનો મતલબ કે તેમના એકેય વિષયમાં એકેય માર્ક નહોતા. તેમને તમામ 6 વિષયમાં 33-33 અંક ગ્રેસ માર્ક્સ આપી પાસ કરી દેવાયા છે.

પરીક્ષા રદ્દ થયા બાદ બોર્ડે દસમાના પરિણામ તૈયાર કરવા માટે 40:40:20નો ફોર્મ્યૂલા અપનાવ્યો. જે અંતર્ગત ધોરણ નવના અંકના 40 ટકા, ધોરણ 10ની યૂનિટ ટેસ્ટના 40 ટકા અને ધોરણ 10ના ઈન્ટરનલ અસેસમેન્ટના 20 ટકા લેવામાં આવ્યા છે.

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડના અધિકારીઓએ કહ્યું કે અગાઉ વિદ્યાર્થીઓને 24 અંક સુધી જ ગ્રેસ માર્ક્સ અપાતા હતા. તેના પર પણ શરત એવી રહેતી હતી કે તેમના 40 ટકા માર્ક્સ બની રહ્યા હોય અને તેમને ગ્રેસ માર્ક્સ તરીકે 24 અંક બે વિષયમાં જ મળી શકશે.

બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે 198 ગ્રેસ માર્ક્સ આપવાનો મતલબ કે વિદ્યાર્થીના ધોરણ 9ની પરીક્ષા અને ધોરણ 10માં લેવાયેલ યૂનિટ એક્ઝામમાં એકેય માર્ક નહોતા મળ્યા. જો કે આવું બનવું મુશ્કેલ છે. એવું બની શકે કે આ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશ વિના જ મંજૂરી આપી દેવામાં આવી હોય અને તેઓ ક્યારેય સ્કૂલમાં હાજર ન થયા હોય.

બોર્ડ અધિકારીઓએ જણાવ્યું કે 45000 વિદ્યાર્થીઓને 60થી 100 વચ્ચે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે જ્યારે 1.6 લાખ વિદ્યાર્થીઓને 60 ટકા ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. સામૂહિક રૂપે બાળકોને પાસ કરવાના ફેસલા બાદ અઢીથી 3 લાખ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપીને પાસ કરી દેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે આ વર્ષે કુલ 8,57,204 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બોર્ડે બધાને પાસ કરી દીધા. જેમાંથી 17,186એ A1 ગ્રેડ હાંસલ કર્યો. A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 57,362 છે. મોટાભાગના વિદ્યાર્થીઓને C1 અને C2 ગ્રેડ મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X