ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12નુ પરિણામ આવી શકે એપ્રિલના અંતમાં, આ રીતે કરો ચેક

GSEB Class 10 & 12 Results: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) કથિત રીતે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનું પરિણામ તેના સામાન્ય સમયપત્રક કરતાં લગભગ એક મહિના પહેલાં જાહેર કરવાનું આયોજન કરી રહ્યું છે તેમ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયુ છે.

વિદ્યાર્થીઓને એપ્રિલના અંત સુધીમાં તેમના પરિણામો બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ થશે. ધોરણ 12 (વિજ્ઞાન)નું પરિણામ એપ્રિલના બીજા સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે.

gseb results

ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) બંનેના પરિણામો એપ્રિલના અંત સુધીમાં જાહેર થવાની ધારણા છે. વિદ્યાર્થીઓને તેમના વિકલ્પો પર વિચાર કરવા અને તેમના ભાવિ પ્રયાસોની યોજના બનાવવા માટે પૂરતો સમય મળશે. વળી, વહેલુ પરિણામ આવવાથી પૂરક પરીક્ષાઓને આગામી શૈક્ષણિક સત્ર માટે ઝડપથી પ્રવેશ મેળવી શકાશે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, GSHSEB બોર્ડની પરીક્ષાઓ શરૂ થયાના 45 દિવસમાં પરિણામ જાહેર કરે તેવી અપેક્ષા છે. હાલમાં, ધોરણ 10ની 60 ટકા ઉત્તરવહીઓનું મૂલ્યાંકન થઈ ચૂક્યું છે. બોર્ડે ધોરણ 12ની પરીક્ષા માટે ડેટા દાખલ કરવાનું અને પેપરનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે.

આનાથી પરિણામોનું વહેલું સંકલન કરવાનું સરળ બનશે. વહેલુ પરિણામ આપવા માટેની તૈયારીઓ અગાઉથી સારી રીતે શરૂ થઈ ગઈ હતી. કેન્દ્રીય આકારણી કેન્દ્રોની સંખ્યા ગયા વર્ષે 374થી વધીને આ વર્ષે 459 થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X