ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના 4300 પદો પર ભરતી, આજથી ભરાશે ઑનલાઈન ફૉર્મ, 50 હજાર સુધીનો પગાર

Gujarat Government Jobs: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઑફિસ આસિસ્ટન્ટના ગ્રેડ 1 અને 2 સહિત વિવિધ 20 સંવર્ગ માટે કુલ 4300 પદો પર ભરતી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સરકારી નોકરી માટે 4 જાન્યુઆરી, 2024એ બપોરે 2 વાગ્યાથી ઓજસ વેબસાઈટ પર ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરી શકાશે.

ઉમેદવારો 31 જાન્યુઆરી, 2024ના રોજ રાતના 23.59 વાગે સુધી ઑલાઇન અરજી કરી શકશે. સરકારી નોકરીના નિર્ધારિત નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેશે. વર્ગ-3ની ભરતીમાં ગ્રુપ બી જૂનિયર ક્લાર્ક પછી સૌથી વધુ જગ્યા એ ગ્રુપ હેઠળ કલેક્ટર કચેરીઓ માટેના જૂનિયર ક્લાર્કની છે.

jobs

વળી, એ ગ્રુપના 590 જૂનિયર ક્લાર્ક ઉપરાતં વિવિધ ખાતાના વડા કચેરીઓ માટે 532 જૂનિયર ક્લાર્કની ભરતી થવાની છે. વળી, હેડ ક્લાર્ક, ઑફિસ આસિસટન્ટ, ગૃહપતિ સહિત એ ગ્રુપના 18 સંવર્ગો માટે જગ્યાઓની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે.

આ પરીક્ષા માટે ઉમેદવાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતક હોવો જોઈએ. વળી, જે-તે પદ માટે આવશ્યક શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. ઉમેરવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઇએ. અરજદાર પાસે કમ્પ્યુટરના બેઝિક નોલેજનુ ડિગ્રી સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

જનરલ કેટેગરીના ઉમેદવારો માટે સરકારી નોકરી માટેની એપ્લિકેશન ફી 100 રૂપિયા હતી જે હવે વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે. મહિલા ઉમેદવારો અને અનામત વર્ગના ઉમેદવારો માટેની એપ્લિકેશન ફી 400 રૂપિયા કરવામાં આવી છે. જો કે,પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદાવારોને આ પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે એવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212/202324માં જણાવવામાં આવ્યું છે.

સીનિયર ક્લાર્ક, ઑફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો પગાર માસિક 26000 રૂપિયા છે. કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ - રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પદ પસંદગી પામનાર ઉમેદવારને 49600 રૂપિયા માસિક પગાર મળશે. નિમણુંક મેળવનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X