સરકારી નોકરીની પરીક્ષા આપતા ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર
government job exams: ગુજરાતમાં લાખો કરોડો ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે. સરકારી નોકરીની પરીક્ષા આપતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (Gujarat Subordinate Services Selection Board)ની પરીક્ષામાં હવેથી ઇંગ્લિશની સાથે ગુજરાતીમાં પણ પેપર અપાશે.
તમામ પરીક્ષામાં સિલેબસ પણ ગુજરાતીમાં અપાશે. દરેક સિલેબસમાં માર્ક મૂકવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી નોકરીની પરીક્ષા આપતા લાખો ઉમેદવારોને લાભ થશે.

અત્યાર સુધી સિલેબસ અને પેપર ઈંગ્લીશમાં આપવામાં આવતા હતા, હવે ગુજરાતીમાં પણ આપવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયા દ્વારા ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આ અંગે એક બે દિવસમાં સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
