GUJCET 2021: ગુજરાત કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર
GUJCET 2021: ગુજરાત કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજરાત કોમન એન્ટ્રાસ ટેસ્ટ 2021 માટે પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાત કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ 6 ઓગસ્ટે યોજાશે. 6 ઓગસ્ટે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ઑફલાઈન મોડમાં આ પરીક્ષા લેવાશે.

ગુજરાતની કોલેજોમાં એન્જીનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં ડિગ્રી અને ડિપ્લોમા કાર્યક્રમોમાં પ્રવેશ માટે રાજ્યનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ પરીક્ષા કરાવે છે. આ પરીક્ષા માટે જુલાઈના અંતિમ અઠવાડિયામાં એડમિટ કાર્ડ જાહેર થાય તેવી ઉમ્મીદ છે.
ગુજરાત કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ માટે 4 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યાં હતાં. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એન્જીનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે કાઉન્સલિંગ પ્રક્રિયામાં ભાગ લેવો પડશે. જે બાદ જ તેમને એડમિશન મળશે.
આ પરીક્ષા માટે ઉમેદવારો ત્રણ ભાષા- હિન્દી, અંગ્રેજી અને ગુજરાતમાંથી કોઈ એકને પસંદ કરી શકે છે. પ્રશ્ન પત્રમાં કુલ 120 પ્રશ્નો હશ, ફિજિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર 120 મિનિટનું અને મેથ્સનું પેપર 60 મિનિટનું હશે. વિદ્યાર્થીઓ ઑફિશિયલ વેબસાઈટ gujcet.gseb.org પર જઈને વધુ જાણકારી મેળવી શકે છે.












Click it and Unblock the Notifications
