For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSE 12માંની પરીક્ષાને રદ કરવાની માંગવાળી અરજી પર સુપ્રીમ કોર્ટમાં ટળી સુનાવણી

કોરોના કાળમાં 12માંની પરીક્ષાઓ રદ કરવાની માંગવાળી અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે સોમવાર સુધી સુનાવણીને સ્થગિત કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના કાળમાં 12માંની પરીક્ષાઓ રદ કરવાની માંગવાળી અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે સોમવાર સુધી સુનાવણીને સ્થગિત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ અરજીમાં 12માંની બોર્ડ પરીક્ષાઓ ઉપરાંત ICSEની પરીક્ષાઓને પણ રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે અત્યારની પરિસ્થિતિ બિલકુલ પણ પરીક્ષા આયોજિત કરવાને લાયક નથી માટે પરીક્ષાઓ રદ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે સોમવારે સુનાવણી કરશે.

SC

અરજીમાં કરવામાં આવી આ માંગ

સર્વોચ્ચ ન્યાયલયમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે વર્તમાન સ્થિતિ પરીક્ષાના આયોજનના હિસાબે યોગ્ય નથી પરંતુ જો પરીક્ષાને ટાળવામાં આવી તો પરિણામો વિલંબથી આવશે. તેની અસર છાત્રોની આગળના અભ્યાસ પર પડશે માટે પરીક્ષાઓને રદ કરવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે છાત્રોને માર્ક્સ આપવાની બીજી કોઈ રીત સરકારે કાઢવી જોઈએ જેનાથી રિઝલ્ટ આવવામાં વિલંબ ન થાય. તમને જણાવી દઈએ કે આ અરજીને સુપ્રીમ કોર્ટના એડવોકેટ મમતા શર્માએ દાખલ કરી છે. આ અરજીમાં કેન્દ્ર, CBSE અને કાઉન્સિલ ફૉર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)ને સીબીએસઈ અને આઈસીએસઈની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાના નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત બાળકોના પેરેન્ટ્સ પણ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે. લગભગ 7000 પેરેન્ટ્સ આ માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તમને જણાવી દઈએ કે સરકાર તરફથી આ અંગે 1 જૂને કોઈ મોટો નિર્ણય આવવાની આશા છે. તમને જણાવી દઈએ કે કોર્ટથી લઈને રસ્તા સુધી કેન્દ્ર સરકારને 12માં બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીના સ્ટુ઼ડન્ટ વિંગ NSUI શુક્રવારે પરીક્ષા ટાળવા માટે શિક્ષણ મંત્રાલય બહાર પ્રદર્શન કરશે.

English summary
Hearing on application seeking cancellation of CBSE 12 examination in Supreme Court is postponed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X