For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IBPS યોજના અંતર્ગત દેશમાં હજારો નોકરી ઉત્પન્ન થઈ, આ રાજ્યમાં સૌથી વધુ રોજગાર

IBPS યોજના અંતર્ગત દેશમાં હજારો નોકરી ઉત્પન્ન થઈ, આ રાજ્યમાં સૌથી વધુ રોજગાર

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં શરૂ કરવામાં આવેલ ઈન્ડિયા બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ પ્રમોશન સ્કિમે દેશના કેટલીય પ્રકારની આઈટી અને બીપીઓ કંપનીઓના વિસ્તારમાં સહાયતા કરી છે. આ સ્કીમ અંતર્ગત નવી નોકરી સર્જવામાં તમિલનાડુ દેશનું બીજું રાજ્ય બની ગયું છે. આ વિશે સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક્સ ઑફ ઈન્ડિયાએ જાણકારી આપી છે.

job

શનિવારે STPIએ એક સત્તાવાર પ્રેસ રિલીઝના માધ્યમથી જણાવ્યું કે IBPS યોજના અંતર્ગત આંધ્ર પ્રદેશે રોજગાર સર્જનમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે, જ્યાં 12,234 નવી નોકરી પેદા કરવામાં આવી છે. જ્યારે તમિલનાડુ 9401 નવી નોકરી સાથે દેશનું બીજું સૌથી વધુ રોજગાર સર્જન કરનાર રાજ્ય છે. આ ઉપરાંત સ્કીમ અંતર્ગત પંજાબ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને બિહારમાં પણ નવી નોકરીઓ ઉત્પન્ન થઈ છે.

મહિલાઓને ફાયદો થયો

જણાવી દઈએ કે STPI, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી અને ટેક્નોલોજી મંત્રાલય અંતર્ગત એક સ્વાયત્ત એકમ છે, જે ભારત બીપીઓ પ્રોત્સાહન યોજના માટે કાર્યકારી એજન્સીના રૂપમાં કાર્ય કરી રહી છે. એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાતમાં કહેવામાં આવ્યું કે- હાલના વર્ષોમાં આઈબીપીએસે ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં રહેતા 40 હજારથી વધુ લોકો માટે પ્રત્યક્ષ રોજગાર ઉત્પન્ન કર્યું છે, જેમાંતી લગભગ 38 ટકા લાભાર્થી મહિલાઓ છે. આ એકમોએ પાછલા વર્ષે 3000થી વધુ વધારાના રોજગારના સર્જનની સૂચના આપી છે.

English summary
IBPS scheme created thousands of jobs in the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X