IIT બૉમ્બેથી ભણ્યા પછી પણ મળ્યુ બસ આટલુ જ પેકેજ! 25% સ્ટુડન્ટસને નોકરી નહિ, વાંચો ચોંકાવનારો રિપોર્ટ
IIT Bombay Placement: દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક IIT-JEE પાસ કર્યા પછી, અને એ પણ IIT બૉમ્બે જેવી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટને લઈને એક આશ્ચર્યજનક અહેવાલ બહાર આવ્યો છે. જે કોલેજમાં એડમિશન લેવુ મુશ્કેલ છે ત્યાં 25 ટકા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ પણ મળ્યું નથી.
આ સિવાય વિદ્યાર્થીઓને આપવામાં આવતુ વાર્ષિક પેકેજ ઘટીને 4 લાખ રૂપિયા થઈ ગયુ છે, જે ગયા વર્ષના 6 લાખ રૂપિયા કરતા ઘણુ ઓછુ છે. જોકે, આ વર્ષે સરેરાશ વાર્ષિક પેકેજમાં 7.7%નો વધારો જોવા મળ્યો છે. જે વધીને 23.5 લાખ રૂપિયા થઈ ગયુ છે.

ભારતીય ટેકનોલોજી સંસ્થાન (IIT) બૉમ્બેએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્લેસમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ વર્ષે કેમ્પસમાં પ્લેસમેન્ટ કરતી કંપનીઓની સંખ્યામાં 12 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, જોબ ઓફર કરતી કંપનીઓની કુલ સંખ્યા ગત વર્ષની 324 કંપનીઓથી વધીને 364 થઈ ગઈ છે.
હજુ પણ ગત વર્ષની સરખામણીમાં ઓછા વિદ્યાર્થીઓને જ પ્લેસમેન્ટ મળ્યું છે. આ સાથે મિનિમમ પ્લેસમેન્ટ પેકેજ પણ આશ્ચર્યજનક છે. જે ગયા વર્ષે રૂ. 6 લાખ હતુ, તે ઘટીને રૂ. 4 લાખ થઇ ગયુ છે. આ સાથે 25 ટકા વિદ્યાર્થીઓ IIT પ્લેસમેન્ટ મેળવી શક્યા નથી.
સક્રિય કેમ્પસ ડ્રાઇવમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાંથી માત્ર 75 ટકાને જ નોકરી મળી છે, જેમાં 1475 નોકરીની ઓફર સ્વીકારવામાં આવી છે. ગયા વર્ષના 82 ટકા પ્લેસમેન્ટ રેટ કરતાં આ ઘટાડો દર્શાવે છે. IIT બૉમ્બેમાં સરેરાશ વાર્ષિક પેકેજમાં 7.7 ટકાનો નજીવો વધારો થયો છે, જે ગયા વર્ષે રૂ. 21.8 લાખથી વધીને રૂ. 23.5 લાખ થયો છે.
મોટાભાગની નોકરીઓ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જોવા મળે છે. તેમજ 78 આંતરરાષ્ટ્રીય ઓફર સ્વીકારવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા 775 વિદ્યાર્થીઓને ઓફર આપવામાં આવી હતી, જ્યારે 622 વિદ્યાર્થીઓને ભારતીય કંપનીઓમાંથી નોકરી મળી હતી.












Click it and Unblock the Notifications
