For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEE Mains 2023: એનટીએએ જાહેર કરી જરુરી નોટિસ, જાણો શું છે યોગ્યતામાં ફેરફાર

જેઈઈ મેઈન્સ 2023ની જાન્યુઆરીમાં લેવાનાર પરીક્ષા માટે એનટીએ એ એક નોટિસ જાહેર કરી છે. જાણો તેમાં યોગ્યતામાં શું ફેરફાર કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

JEE Mains 2023: જેઈઈ મેઈન્સ 2023ની જાન્યુઆરી સેશનની પરીક્ષા આપનાર ઉમેદવારોની માંગ છે કે તેમની પરીક્ષાની તારીખ આગળ લંબાવવામાં આવે. જો કે, બૉમ્બે હાઈકોર્ટે જાન્યુઆરી સત્ર માટે જેઈઈ મેઈન્સ પરીક્ષાની તારીખો આગળ લંબાવવાનો ઈનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારોએ તારીખોની સાથે યોગ્યતા માનદંડમાં પણ છૂટ આપવાની માંગ કરી હતી. આ અંગે નેશનલ ટેસ્ટીંગ એજન્સી(એનટીએ)એ જેઈઈ ઉમેદવારો માટે નોટિસ જાહેર કરી છે.

exams

તમને જણાવી દઈએ કે પહેલા માપદંડ મુજબ જે ઉમેદવારો NIT / IIIT અને CFTI માં પ્રવેશ લેવા માંગે છે. તેમનો પ્રવેશ રેન્ક મુજબ થશે. આ સાથે તેમણે માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષામાં ઓછામાં ઓછા 75% ગુણ મેળવેલા હોવા જોઈએ. NTA દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં અગાઉના માપદંડો દૂર કરવામાં આવ્યા નથી પરંતુ તેમાં નાના ફેરફારો કરવામાં આવ્યા છે.

NTAએ નોટિસમાં જણાવ્યુ છે કે જે ઉમેદવારો NITs, IIITs અને અન્ય CFTIsમાં એડમિશન લેવા માગે છે, તેમનુ એડમિશન પણ JEE (મેઈન) માં મેળવેલા રેન્કના આધારે થશે. આ સાથે, ઉમેદવારે 12મામાં ઓછામાં ઓછા 75% માર્ક્સ હોવા જોઈએ અથવા જે ઉમેદવારો બોર્ડની પરીક્ષામાં ટોપ 20% વિદ્યાર્થીઓમાં છે તેઓ પણ પ્રવેશ માટે લાયક છે. વળી, SC/ST ઉમેદવારો માટે 12માં ધોરણની પરીક્ષામાં 65% ગુણ જરૂરી છે.

English summary
JEE Mains 2023: Important notice issued by NTA, know the changes in eligibility here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X