For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jobs : રેલવે ગ્રુપ ડીનું પરિણામ આ દિવસે જાહેર કરાશે, અહીં ચેક કરો પરિણામ

રેલવે દ્વારા નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. રેલ્વે દ્વારા ગ્રુપ ડીની પરિક્ષાનું પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. રેલવેમાં નોકરી માટે રાહ જોઈ રહેલા 1 કરોડથી વધુ ઉમેદવારો માટે મોટા સમાચાર છે. સામે આવી રહેલા સમાચાર અનુસાર આરઆરબી ગ્રુપ ડીનું પરિણામ જારી કરવા જઈ રહ્યું છે. આ વર્ષે 17 ઓગસ્ટથી 11 ઓક્ટોબર સુધી યોજાયેલી પરિક્ષાનું પરિણામ જાહેર કરવાની આરઆરબીએ જાહેરાત કરી છે. જાણકારી અનુસાર 24 ડિસેમ્બર સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે.

Railway Group D result

આરઆરબીની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર, શારીરિક કાર્યક્ષમતા કસોટી માટે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ માટે CBTનું પરિણામ પ્રક્રિયા હેઠળ છે અને પરિણામ 24 ડિસેમ્બર અથવા તે પહેલાં RRB ની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરાશે.

અહીં તમને જણાવી દઈએ કે, આરઆરબી ગ્રુપ ડીની અંતિમ આન્સર કી ઓક્ટોબરમાં રિલીઝ કરાઈ હતી. પરીક્ષા આપનાર ઉમેદવારોને વાંધો ઉઠાવવાનો વિકલ્પ અપાયો હતો. ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓના આધારે અંતિમ આન્સર કી તૈયાર કરવામાં આવશે. જો કે અંતિમ આન્સર કીની તારીખ જાહેર કરાઈ નથી.

પરિણામ ચેક કરવા માટે RRB ગ્રુપ ડી પરિણામ લિંક RRB ની વિવિધ પ્રાદેશિક વેબસાઇટ્સ પર પ્રકાશિત કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ તેમનો અરજી નંબર અને જન્મ તારીખ એન્ટક કરવાની રહેશે.

RRB દ્વારા બહાર આપવામાં આવેલી લેટેસ્ટ સુચના અનુસાર, CBT માં લાયક થરવાની અપેક્ષા રાખતા ઉમેદવારોને શારીરિક કાર્યક્ષમતા કસોટી માટે તૈયારી કરવાની સલાહ આપવામાં આવે છે. અને CBT જાન્યુઆરી 2023 થી કામચલાઉ રીતે સુનિશ્ચિત કરાયેલી છે. આ બાબતે સંબંધિત આરઆરસી દ્વારા તેમની સત્તાવાર વેબસાઇટ પર અલગ સૂચના પ્રકાશિત કરાશે.

RRB CBT પરીક્ષાના કટ-ઓફ માર્ક્સ પરિણામ સાથે તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાશે. પરીક્ષામાં ક્વોલિફાય થવા માટે ઉમેદવારે કટ-ઓફ માર્ક્સ કરતાં વધુ સ્કોર કરવા પડશે.

English summary
Jobs: Railway Group D result will be announced on this day, check the result here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X