NEET 2024: રી-એક્ઝામના એડમિટ કાર્ડ જાહેર, આ લિંકથી કરો ડાઉનલોડ
NEET 2024 Re-Exam Admit Card: નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ 1563 ઉમેદવારો માટે NEET 2024 પુનઃ પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યા છે. આ ઉમેદવારો કે જેઓ ફરીથી પરીક્ષા આપવા માંગે છે તેઓ NEETની સત્તાવાર વેબસાઇટ exam.nta.ac.in/NEET/ પરથી ફરીથી પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
23 જૂન, 2024ના રોજ લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે પેન અને પેપર મોડ (OMR)માં પુનઃપરીક્ષા લેવામાં આવશે. NTA એ તેની નોટિસમાં જણાવ્યું છે કે પુનઃપરીક્ષા ફક્ત તે ઉમેદવારો માટે જ હાથ ધરવામાં આવશે જેમને પ્રારંભિક મૂલ્યાંકન દરમિયાન ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા છે.

NEET UG પુનઃ પરીક્ષા બપોરે 2 થી 5:20 દરમિયાન લેવામાં આવશે. પુનઃ પરીક્ષાનું પરિણામ સંભવતઃ 30 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવશે.
NEET 2024 Re-Exam Admit Card Download: NEET પુનઃપરીક્ષાનું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- NEET પુનઃપરીક્ષા માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, પહેલા અધિકૃત વેબસાઇટ exam.nta.ac.in/NEET/ ની મુલાકાત લો.
- હોમપેજ પર, "NEET(UG) Re-Exam (1563 ઉમેદવારો માટે) માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો"
- લિંક પસંદ કરો. જે પછી એક નવું પેજ ખુલશે.
- અરજી નંબર અને D.O.B દાખલ કરો. એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
- તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો
નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે જે પ્રભાવિત ઉમેદવારો (1563) જેઓ ફરીથી હાજર થવા માંગતા નથી તેમનું પરિણામ 05.05.05 ના રોજ લેવાયેલી પરીક્ષામાં મેળવેલ તેમના વાસ્તવિક ગુણ (કોઈ વળતર વિના)ના આધારે જાહેર કરવામાં આવશે.
NTA એ જણાવ્યું છે કે પુનઃપરીક્ષા માટે હાજર થયેલા ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે અને 5 મેની પરીક્ષાના આધારે મેળવેલ માર્કસને નકારવામાં આવશે. NTA પર આરોપ છે કે કેવી રીતે 67 વિદ્યાર્થીઓએ 720માંથી 720 માર્ક્સ મેળવ્યા. જોકે, NTAએ તેની પાછળનું કારણ ગ્રેસ માર્કસને ગણાવ્યું છે. જો કે, હવે NTA એ સ્પષ્ટતા કરી છે કે કેટલાક પરીક્ષા કેન્દ્રો પર સમય ગુમાવવાને કારણે, કુલ 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા છે. જેના કારણે 44 વિદ્યાર્થીઓના માર્કસ 720 છે.












Click it and Unblock the Notifications
